GSTV

એક્સરસાઇઝ/ ઝુમ્બા વર્કઆઉટ કરવાથી સ્ટ્રેસ થાય છે ઓછો, જાણો બીજા અનેક ફાયદાઓ

ઝુમ્બા

Last Updated on July 21, 2021 by Damini Patel

શરીરને હેલ્ધી રાખવા માટે લોકો ઘણા પ્રકારના વર્કઆઉટ કરે છે. કેટલાક લોકો જિમ જઈ હાર્ડ વર્કઆઉટ કરવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો ઘર પર જ હલકી-ફુલકી એક્સરસાઇઝ કરે છે, જે લોકોને ખુબ રસપ્રદ લાગે છે. આ વર્કઆઉટને ઝુમ્બા વર્કઆઉટ કહેવાય છે. ઝુમ્બા વર્કઆઉટની તુલનામાં સૌથી વધુ ફાયદાકારક હોય છે. આ એક ડાન્સ વર્કઆઉટ છે, જેમાં મસલ્સ ટોન હોય છે, ફેટ ઓછું થાય છે અને કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. સાથે જ આ શરીરને એનર્જીથી ભરપૂર રાખે છે. આઓ જાણીએ કે ઝુમ્બા વર્કઆઉટ કરવાથી તમને શું શું ફાયદા થશે.

શું છે ઝુમ્બા વર્કઆઉટ

ઝુમ્બા વર્કઆઉટમાં બેલી ડાન્સ, સાલસા, હિપ હોપ જેવા તમામ ડાન્સ સ્ટાઇલ સામેલ હોય છે. એને કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને લોકો બીમારીઓથી દૂર રહે છે.

બોડીને મળે છે એનર્જી

ઝુમ્બા વર્કઆઉટ કરતી સમયે તેજ ગતિમાં મુવ કરે છે. એવું કરવાથી સ્નાયુઓમાં બ્લડ સર્ક્યુલેશન સારું થયા છે અને તે મજબૂત બને છે. ઝુમ્બા વર્કઆઉટ શરુ કરવાના થોડા સપ્તાહમાં જ તમારા શરીરમાં ફાયદા જોવા મળે છે.

તણાવ ઓછો થાય છે

ઝુમ્બા એક ડાન્સ વર્કઆઉટ છે, જો કે શરીરમાં સારું અનુભવ કરાવવા હાર્મોન્સ સેરોટોનિનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. હવે તમારું મૂડ સારું થશે અને એનાથી તણાવ પણ ઓછો થશે. તણાવ ઓછો થવાથી શરીર સ્વસ્થ રહે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે

ઝુમ્બા વર્કઆઉટ કરવાથી શરીરમાં ઓક્સિજનનું સ્તર વધે છે અને રક્ત ધમનીઓ સ્વથ્યવ થયા છે. એવામાં રક્ત ધમનીઓમાં લોહીનો પ્રવાહ યોગ્ય હોય છે. આ કારણે જો તમાને બ્લડ પ્રેસર સમસ્યા છે, તો તે પણ ઓછી થાય છે.

કેલરી બર્નિંગમાં સહાય

જ્યારે તમે ઝુમ્બા વર્કઆઉટ કરો છો ત્યારે શરીરના તમામ સ્નાયુઓ સક્રિય થાય છે અને ધબકારા પણ વધી જાય છે. તે કાર્ડિયો વર્કઆઉટ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ઝુમ્બા વર્કઆઉટ્સની મદદથી તે કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.

(નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. આને અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)

Read Also

Related posts

ઓગસ્ટમાં તહેવારોની વણજાર: શ્રાવણમાં આ તારીખે આવી રહ્યો છે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન

Pravin Makwana

સરકારી નોકરી / આવકવેરા વિભાગમાં 10 પાસ માટે નોકરીઓ, ઝડપથી અરજી કરો

Pravin Makwana

અમદાવાદ/સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો, ગંદકી, કાદવ-કિચડ અને દબાણો વચ્ચે શહેરીજનો અટવાયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!