GSTV

ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત : મેચના વિજય સાથે જ ઝૂલને રચ્યો એક ઇતિહાસ, 2 વિકેટ સાથે પુરી કરી કારકિર્દીની 600 વિકેટ

Last Updated on September 26, 2021 by Zainul Ansari

ભારતના અનુભવી બોલર ઝુલન ગોસ્વામીએ રવિવારના રોજ ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી વનડેમાં એક ઈતિહાસ રચ્યો હતો.બીજી વનડેની છેલ્લી ઓવરમાં નોબોલના 2 રનના કારણે તેમણે અનેક પ્રકારની ટીકાઓનો સામનો કરવો પડ્યો પરંતુ, ઝુલને આ મેચની 9 મી ઓવરમાં યજમાન ટિમની 2 વિકેટો લઈને આ ટીકાઓને શાંત કરી હતી અને આ સાથે તેણે પોતાની કારકિર્દીની 600 વિકેટ પણ પૂરી કરી હતી.

મેચ

ઝુલાને 9 મી ઓવરના પ્રથમ બોલ પર શેફાલી વર્માને મિડ-ઓફ પર રશેલ હેન્સને કેચ અપાવ્યો. ત્યારબાદ એ જ ઓવરના 5 માં બોલ પર ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેગ લેનિંગને વિકેટકીપર રિચા ઘોષે આઉટ કર્યો હતો. મેગ પોતાનું ખાતું પણ ખોલાવી શકી ન હતી.પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઝુલાને ઓસ્ટ્રેલિયાની ટીમને 9 મી ઓવરમાં 41 રનમાં 2 વિકેટનો તમાચો આપ્યો હતો. 2002 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર ઝુલને આ પહેલા 191 વનડેમાં 237 વિકેટ ઝડપી હતી.તે જ સમયે, 11 ટેસ્ટમાં 41 વિકેટ અને 68 ટી -20 માં 56 વિકેટ લીધી હતી.

ઝુલનની બીજી વનડે મેચની છેલ્લી ઓવર :

વાસ્તવમા બીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 13 રનની જરૂર હતી.ઝુલન ગોવાસ્વામીએ પહેલા બે બોલમાં 5 રન આપ્યા હતા.આ પછી 4 બોલમાં 8 રનની જરૂર હતી.આ પછી નો બોલ ફેંકવામાં આવ્યો હતો. તેના કારણે ફિલ્ડ પર દબાણ વધ્યુ. 5 મી બોલ પર 2 રન બનાવ્યા અને મેચના છેલ્લા બોલ પર ઝુલને બીજો નો બોલ ફેંક્યો, જેનાથી ઓસ્ટ્રેલિયાને એક રનનો ફાયદો થયો અને નિકોલા કેરે ફ્રી હિટ પર 2 રન ઉમેર્યા અને ટીમને વિજય અપાવ્યો. છેલ્લી ઓવરમાં ઝુલનની આ બોલિંગની ઘણી ટીકા થઈ હતી.

Read Also

Related posts

ધર્મ / ખૂબ જ ખાસ છે આ વર્ષનું કરવા ચોથ: સૂર્યદેવની પણ રહેશે વિશેષ કૃપા, નોંધી લો પૂજાનું શુભ મુહૂર્ત

Zainul Ansari

રસીકરણ / દેશના 51 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામા ભારત સફળ, જાણો ક્યારે થશે આખો દેશ સંપૂર્ણપણે વેક્સીનેટ…?

Zainul Ansari

પેટ્રોલ અને ડીઝલની નહીં રહે કોઈ ‘કિંમત’, 2030 સુધીમાં ‘પાણી’ પર ચાલશે બસ-ટ્રક!

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!