GSTV
Gujarat Government Advertisement

સફળતા/ગુજરાતના પ્રવાસ દરમ્યાન આ મહિલાને આવ્યો અનોખો વિચાર, હાલમાં કરે છે કરોડોનું ટર્નઓવર

Last Updated on February 8, 2021 by Pravin Makwana

તમે અત્યાર સુધીમાં તમારી લાઇફમાં અનેક વાર્તાઓ સાંભળી હશે, જેમાં એવું આવતું હોય છે કે, કોઇએ નોકરી છોડીને બિઝનેસ શરૂ કર્યો અને હવે સારી એવી કમાણી કરી રહ્યાં છે. આવી જ અનેક વાર્તાઓ છે કે જેમાં કોઇ અલગ પ્રકારની કોઇ ચીજવસ્તુ વેચવાની શરૂઆત કરી અને તેનો વેપાર એટલો બધો વધી ગયો તે દરરોજની ધમધોકાર કમાણી કરી રહ્યાં છે. પરંતુ તમે આ તમામ સ્ટોરીઓમાં એક વાતને નોટિસ કરી હશે કે, તમામ લોકોની વાર્તાઓમાં એક ચીજ ખાસ છે બિઝનેસ આઇડિયા.

જેને પણ અલગ-અલગ બિઝનેસ આઇડિયા સાથે પોતાના વેપાર શરૂ કર્યા છે તેઓને તેનો ઘણો ફાયદો પણ થયો છે. એટલે કે તમે જેટલાં યુનિક આઇડિયા સાથે વેપારમાં ઝંપલાવો છો એટલો જ તમને વધારે ફાયદો થશે. આવી જ એક કહાની છે દિશા સિંહની, કે જેઓએ એક ટ્રિપ દરમ્યાન પોતાનો એક બિઝનેસ આઇડિયા વિચાર્યો અને તેઓએ આ આઇડિયા પર પોતાનો બિઝનેસ શરૂ કર્યો. ત્યાર બાદ તેમનો બિઝનેસ એટલો બધો સરસ ચાલી રહ્યો છે કે, હવે તેઓએ પોતાની એક કંપની ખોલી દીધી કે જેનું ટર્નઓવર કરોડોમાં પહોંચ્યું છે.

success

ક્યારે આવ્યો હતો આ બિઝનેસ આઇડિયા?

દિશા સિંહે IIM અમદાવાદમાંથી અભ્યાસ કર્યો છે. જ્યારે તેઓ બીજા વર્ષમાં હતાં ત્યારે કચ્છ ફરવા ગયા હતાં, જ્યાં લોકલ હેન્ડીક્રાફ્ટને એક્સપ્લોર કરતા જોઇને એક આઇડિયા મગજમાં આવ્યો. આ દરમ્યાન તેઓએ એવું વિચાર્યું કે, તેમના મિત્રોને આવી ડિઝાઇન વધારે પસંદ આવશે, પરંતુ તેમ છતાં તેઓએ તે પ્રોડક્ટ ના ખરીદી. હકીકતમાં, તે પ્રોડક્ટ્સમાં થોડીક ખામીઓ હતી. ત્યાર બાદ તેઓએ એક ખાસ બિઝનેસ કરવા વિશે વિચાર્યું.

શેનો બિઝનેસ શરૂ કર્યો?

દરેક કહાનીની જેમ, તેઓએ બાદમાં વર્ષ 2016માં Zouk ના માઘ્યમથી બેગ, પાકિટ અને અન્ય સામાનને નવી રીતે નવી ડિઝાઇનથી વેચવાનો શરૂ કર્યો. તેઓએ જાણ્યું કે, ‘આ પ્રકારનો સામાન વિદેશી બ્રાન્ડની જેમ જ હતી અને તેઓએ ખાદી જેવી વસ્તુઓ દ્વારા બનેલી બેગનું કામ શરૂ કર્યું.

તેઓએ પહેલાં આ બિઝનેસમાં અંદાજે 20 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. ત્યાર બાદ તેઓએ Zouk ની પ્રથમ પ્રોડક્ટ 2017માં લોન્ચ કરી અને 50થી પણ વધારે એક્ઝિબિઝશનમાં તેને મોકલી. ત્યાર બાદ તેઓએ ઓનલાઇન માર્કેટ પર તેને વેચવાનું શરૂ કર્યું. આજે, હવે દિશા સિંહની સાથે અનેક લોકો કામ કરી રહ્યાં છે અને તેમના પ્રોડક્ટની સૌથી વધારે માંગ પણ છે. એવું કહેવાઇ રહ્યું છે કે, હવે તેમની કંપનીનું 5 કરોડથી પણ વધારે ટર્નઓવર છે.

હવે શું-શું વેચાઇ રહ્યું છે?

હવે Zouk પર અનેક પ્રકારના પ્રોડક્ટ વેચાઇ રહ્યાં છે. તેમાં અનેક પ્રકારની બેગ છે. જેમાં હેન્ડબેગ, મેસેન્જર બેગ, લેપટોપ બેગ વગેરે શામેલ છે. આ સિવાય, અનેક વોલેટ આઇવિયર કેસ, સ્કાર્ફ, પાઉચ અને પાસપોર્ટ હોલ્ડર પણ શામેલ છે. આ સાથે અનેક પ્રોડક્ટ્સ અન્ય ઇ-કોમર્સ વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

રાજકોટમાં મહિલા પોલીસે ઝડપ્યું કુટણખાનું, સગીરા સહિત મહિલાને નરાધમોની ચંગુલમાંથી બચાવ્યા

pratik shah

અસંતોષ : યેદિરુપ્પામાં મુખ્યમંત્રી બની રહેવા માટે જોશ અને હિંમતની ઉણપ, ધારાસભ્યનું નિવેદન

Damini Patel

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!