GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ભારતમાં મોટું રોકાણ કરવાની તૈયારીમાં Zoom App,આટલા લોકોને મળશે રોજગારીની તક

લોકપ્રિય વીડિયો કોન્ફ્રેસિંગ એપ ઝૂમ (Zoom) આગામી પાંત વર્ષમાં ભારતમાં મોટુ રોકાણ કરવાની તૈયારીમાં છે. કંપની આ રોકાણથી રોજગાર વધારવા પર વિચાર કરી રહી છે. એટલે કે, આ ઈન્વેટમેંટથી દેશમાં ઘણા લોકોને નોકરીની તક પણ મળશે. આ વાતની જાણકારી કંપનીના એક મુખ્ય અધિકારીએ આપી છે. Zoomમાં પ્રોડક્ટ અને એન્જીનિયરિંગમાં પ્રેસિડેંટ Velchamy Sankarlingam એ બ્લોગ પોસ્ટમાં કહ્યુ છે કે, કેટલાક ભ્રમ નુકસાન પહોંચાડી રહ્યા છે. જે વિશેષ કરીને Zoom અને ચીનના સંબંધ વિશે છે. જોકે, મુકેશ અંબાણીએ Zoom ને ટક્કર આપવા માટે JioMeet પણ લોન્ચ કર્યુ છે.

લોકડાઉનમાં વધ્યા Zoom ના યૂઝર્સ

તેમણે કહ્યુ કે, ભારતીય બજારમાં Zoomને લઈને કેટલીક ભ્રમિત સ્થિતિ લોકોની વચ્ચે બની ગઈ છે. અમે જેમ-જેમ અમારા ધંધાનો વિસ્તાર કરીશુ તેમ અમને લઈને કેટલાક ભ્રમ પેદા થઈ જશે, પરંતુ અમે તેના માધ્યમથી કામ કરવા માગીએ છીએ. તેમણે કહ્યુ કે, Zoom એક અમેરિકન કંપની છે, જે સાર્વજનિક રૂપથી NASDAQ પર ધંધો કરે છે. લોકડાઉન લાગુ થયા બાદ Zoomના યૂઝર્સમાં ઉછાળો જોવા મળ્યો છે, પરંતુ હવે તેની JioMeet સાથે ટક્કર થઈ રહી છે.

JioMeet નો કરવો પડી રહ્યો છે સામનો

બ્લોગ થકી શંકરલિંગમે કહ્યુ કે, ભારત Zoomમાટે એક મહત્વપૂર્ણ બજાર છે અને કંપની તેમા પોતાની તક શોધવા માટે દરેક સંભવ કોશિશ કરશે. તેમણે ભાર આપ્યો છે કે, કંપની ભારતમાં સ્ટેકહોલ્ડર્સથી આગામી મહિનાઓ દરમિયાન વાતચીત કરવા માગે છે તે, તે કેટલીક મુખ્ય વસ્તુઓ જેવી ડિજીટલ ઈંડિયા, સ્ટાર્ટઅપ ઈંડિયા અને સ્કીલ ઈંડિયાને સમર્થન કરે છે, પરંતુ હવે તેને JioMeetથી પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. JioMeet લોન્ચ થયા બાદથી અસીમિત મફત વીડિયો કોલિંગ આપી રહ્યુ છે અને લોન્ચના એક અઠવાડિયાની અંદર તેને લગભગ 10 લાખ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. Zoomનું પ્લેટફોર્મ મફતમાં 40 મિનિટનો વીડિયો કોલિંગ આપે છે.

એક સાથે 100 લોકો કેન્ફ્રેંસ કરી શકે

Zoom એક વીડિયો કોન્ફ્રેસિંગ એપ છે જેને લોકડાઉનમાં સૌથી વધારે વખત પસંદ કરવામાં આવી છે. એક રિપોર્ટ પ્રમાણે, દુનિયાભરમાં જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી તેને યૂઝર 1 કરોડથી 20 કરોડ સુધી પહોંચી ગયા હતા. JioMeet એપ પર એક સાથે 100 લોકો કેન્ફ્રેંસ કરી શકે છે. જેમાંથી કોલ શરૂ કરવા માટે કોઈ કોડ અથવા ઈનવાઈટ્ની જરૂરિયાત નથી. જે લોકો ડેસ્કટોપથી આ એપનો વપરાશ કરવા માગે છે, તેમને JioMeetના ઈનવાઈટ લિંર પર ક્લિક કરવુ પડશ, તે માટે તેમને આ એપ ડાઉનલાડો કરવાની જરૂરિયાત રહેશે નહી.

READ ALSO

Related posts

છત્તીસગઢનાં સુકમા જીલ્લામાં અથડામણ, સુરક્ષાબળોએ 4 નક્સલીઓને કર્યા ઠાર

Mansi Patel

ધોની સદાબહાર : હાલમાં ક્રિકેટ નહીં છોડે, આ વિદેશી ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

Karan

પશ્ચિમ બંગાળ: મમતા સરકારે પંદર દિવસમાં 4 વખત બદલી લૉકડાઉનની તારીખો, વિપક્ષે કર્યો આક્ષેપોનો વરસાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!