GSTV

Zoom વીડિયો કૉલ વખતે હવે નહીં રહે બેકગ્રાઉન્ડની ચિંતા, આવી ગયું છે આ નવુ જોરદાર ફીચર

zoom

એન્ડ્રોઇડ યુઝર્સ(Android Users) હવે ઝૂમ એપ (Zoom App) પર વીડિયો કૉલ દરમિયાન વર્ચુઅલ બેકગ્રાઉન્ડ (Virtual Background) જોડી શકશે. લેટેસ્ટ Zoom App અપડેટમાં એન્ડ્રોઇડ એપ માટે વર્ચુઅલ બેકગ્રાઉન્ની સુવિધા જોડવામાં આવી છે, જે આજકાલ વીડિયો કૉલિંગ એપ્સ પર ખૂબ જ લોકપ્રિય છે. જો કે વર્તમાનમાં Zoom App પર બેકગ્રાઉન્ડમાં ફક્ત ફોટોઝ જોડવાની સુવિધા છે.

તમે વર્ચુઅલ બેકગ્રાઉન્ડના રૂપમાં વીડિયોઝ નહી જોડી શકો. એન્ડ્રોઇડ યુઝર્સ Zoom Appને અપડેટ કર્યા બાદ વર્ચુઅલ બેકગ્રાઉન્ડ ફીચરને એક્સેસ કરી શકશો. આ વીડિયો કોન્ફ્રેંસિંગ એપ કોરોના મહામારી દરમિયાન ઝડપથી લોકપ્રિય થયો છે.

કેવી રીતે કરશો આ ફીચરનો યુઝ

જો તમે એન્ડ્રોઇડ ફોન પર Zoom Appનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરશો તો વર્ચુઅલ બેકગ્રાઉન્ડ ફીચરનો ઉપયોગ કરી શકશો. યુઝર Zoom App પર ડિફોલ્ટ વર્ચુઅલ બેકગ્રાઉન્ડના વિકલ્પને સિલેક્ટ કરી શકે છે અથવા તો પોતાની ગેલેરીમાંથી ફોટો એડ કરી શકાય છે. વર્ચુઅલ બેકગ્રાઉન્ડ એડ કરવા માટે More પર ક્લિક કરો, તે બાદ તમારી પસંદ પ્રમાણે વર્ચુઅલ બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરો. યુઝર ફક્ત પહેલાથી હાજર બેકગ્રાઉન્ડ પર ટેપ કરે, તે પછી તેને એડ કરવા માટે જમણી તરફ આપવામાં આવેલા પ્લસ સાઇન પર ક્લિક કરો. તે બાદ Zoom Appનું બેકગ્રાઉન્ડ ચેન્જ થઇ જશે.

આ ઉપરાંત લેટેસ્ટ અપડેટમાં Zoom App યુઝરને કેલેન્ડર ઇન્ટ્રીગ્રેશન અને ડિફોલ્ટ સેટિંગ્સમાં શિડ્યુલિંગ ફીચરને સુધારવાની સુવિધા મળે છે. આ ઉપરાંત આ યુઝર્સને પોતાની ડિવાઇસનો ઑડિયો બીજા પાર્ટીસિપેંટ સાથે શેર કરવાની સુવિધા મળે છે.

લેટેસ્ટ અપડેટમાં બેકગ્રાઉન્ડ રૂમ ફીચરની સુવિધા છે. તેમાં મીટિંગ હોસ્ટ ઝૂમ મીટિંગને 50 રૂમમાં વહેંચી શકો છો. અપડેટ અનુસાર, પાર્ટિસિપેંટ પાસે હવે સેલ્ફ-સિલેક્ટેડ બ્રેકઆઉટ રૂમનો વિકલ્પ પણ હશે.

એન્ડ્રોઇડ યુઝર્સ માટે ચેટ ફીચર અપડેટમાં લિંક પ્રિવ્યૂ તથા સર્ચ,IM લિસ્ટમાં ચેટ બોટ્સમાં છુપાવાનો વિકલ્પ છે, ઇમેજ અને ફાઇલ્સ માટે Mark as Unreadના વિકલ્પને પણ સામેલ કર્યા છે. લેટેસ્ટ અપડેટ બ્રેકઆઉટ રૂમ અને અન્ય બગ્સ ઇશ્યુને પણ ઠીક કરે છે.

Read Also

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!