GSTV
Home » News » ZOMATO ઉપર નવા PMનું નામ કહો અને ફૂડ ઓર્ડર પર મેળવો ડિસ્કાઉન્ટ

ZOMATO ઉપર નવા PMનું નામ કહો અને ફૂડ ઓર્ડર પર મેળવો ડિસ્કાઉન્ટ

ઓનલાઈન ફૂડ ડિલેવરીંગ પ્લેટફોર્મ ઝોમેટોએ એક નવી ઓફર કાઢી છે. જેમાં ગ્રાહકોને 23 મેએ થનારી મતગણતરી પહેલાં દેશનાં પ્રધાનમંત્રી વિશે ભવિષ્યવાણી કરવા પર અને ફૂડ ઓર્ડર કરવા પર કેશબેક જીતવાની તક આપી રહ્યુ છે.

કંપની તરફથી આવેલાં એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છેકે, “ઝોમેટો ઈલેક્શન લીગ”ની આ ઓફરમાં દેશના હવેનાં પ્રધાનમંત્રીનાં નામની સાચી ભવિષ્યવાણી કરનારા ગ્રાહકોને કેશબેક મળશે.

કંપનીએ આની પહેલાં ઝોમેટો પ્રીમિયર લીગના માધ્યમથી ગ્રાહકોને ઈન્ડિયન પ્રીમિયર લીગની વિજેતા ટીમની ભવિષ્યવાણી કરવા ઉપર કેશબેક આપ્યુ હતુ. કંપનીએ કહ્યુ છેકે, ગ્રાહકોને દરેક ઓર્ડર ઉપર 40 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

અને જો તેમની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ તો તેમને વધુ 30 ટકા કેશબેક મળશે. 22 મે સુધી કોઈ પણ આ ઓફરનો લાભ લઈ શકે છે. જેવા દેશમાં નવા પ્રધાનમંત્રી ચૂંટાશે, ગ્રાહકોનાં પોકેટમાં કેશબેક આવી જશે. કંપનીએ જણાવ્યુ હતુકે, અત્યાર સુધીમાં ભારતનાં 250 શહેરોમાંથી 3,20,000 લોકોએ આમા ભાગ લીધો છે.

read also

Related posts

70 વર્ષના સૌથી મોટા ચક્રવાત હેગિબિસએ જાપાનમાં મચાવી તબાહી, પાણીમાં તરતી ‘બુલેટ ટ્રેન’ની તસ્વીરો વાયરલ

Arohi

ધમાકા સાથે સિલિન્ડ થયો બ્લાસ્ટ! જોત જોતામાં બે માળની ઈમારત ધરાશાયી, 7ના મોત 15 ઘાયલ

Arohi

લેસ્બિયન સ્ટોરી પર આધારિત ફિલ્મ શીર કોરમાનું પોસ્ટર થયું આઉટ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!