GSTV

ખાસ વાંચો/ Zomato પર મળશે અનલિમિટેડ FREE ડિલિવરી, લોન્ચ કરી આ ખાસ સુવિધા: ગ્રાહકોને થશે ફાયદો

Zomato

Last Updated on August 3, 2021 by Bansari

Zomato Free Delivery: શેર બજારમાં શાનદાર લિસ્ટિંગ દ્વારા પોતાના રોકાણકારોને નફો કરાવ્યા બાદ ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ Zomato પોતાના કેટલાંક ખાસ ગ્રાહકો માટે એક નવી સર્વિસ લોન્ચ કરવા જઇ રહી છે જેનું નામ છે Zomato Pro Plus મેંબરશિપ.

Zomato કરશે ફ્રી હોમ ડિલિવરી

Zomato કેટલાંક લકી યુઝર્સને એક ઇનવાઇટ મોકલવા જઇ રહી છે જેની મદદથી તે Zomato Pro Plus મેંબરશિપને ઇનેબલ કરી શકે છે. Zomato Pro Plus યુઝરને અનલિમિટેડ ફ્રી ડિલિવરી મળશે. Zomatoની આ સર્વિસ સિલેક્ટેડ યુઝર્સ માટે છે અને સર્જ તથા ડિસ્ટેન્સ ફીસ પર પણ છૂટ મળશે. Zomatoના કો-ફાઉન્ડર અને CEO દીપેન્દર ગોયલે ટ્વિટર પર જાણકારી આપી છે. જણાવી દઇએ કે ફ્રી ડીલીવરીની સુવિધા Amazon પોતાના પ્રાઇમ મેમ્બર્સને પહેલાથી જ આપી રહ્યું છે.

યુઝર્સને મોકલવામાં આવશે ઇનવાઇટ્સ

Zomatoના CEO એ કહ્યું કે આ સુવિધા યુઝર માટે શાનદાર બેનિફિટ્સ લાવનારી છે. Zomato Pro Plusની મેમ્બરશિપ પસંદગીના લકી યુઝર્સને એક ઇનવાઇટ મોકલવામાં આવશે જેના માટે યુઝર્સે એપ ખોલીને તે ચેક કરવાનું છે કે તે તેના માટે એલિજિબલ છે કે નહીં. Zomato એડિશન બ્લેક ક્રેડિટ કાર્ડ હોલ્ડર ઓટોમેટિક રીતે Zomato Pro Plusમાં અપગ્રેડ થઇ જશે. જ્યારે રેગ્યુલર યુઝરને Zomato એપ પરથી Pro Plus અપગ્રેડ ખરીદવાનું છે.

Zomato પ્રો પ્લસનો ફાયદો

દીપિંદર ગોયલે ટ્વિટર પર લખ્યું છે કે અમે પસંદગીના ગ્રાહકો માટે Zomatoનું લિમિટેડ એડિશન Zomato Pro Plus મેમ્બરશિપ શરૂ કરી રહ્યાં છીએ. Zomatoના 18 લાખથી વધુ પ્રો પ્લસ ગ્રાહકોની સૌથી વધુ ડિમાન્ડ કરવામાં આવનારી સુવિધાઓમાંથી એક અનલિમિટેડ ફ્રી ડીલીવરી આપવાની છે.

zomato

મળશે એક્સ્ટ્રા બેનેફિટ્સ

Zomato પ્રો પ્લસ મેમ્બરશિપને કોઇ સર્જ કે ડિસ્ટેંસ ફીસ જેવા એક્સ્ટ્રા બેનેફિટ આપવામાં આવશે. યુઝર્સને Zomato પ્રોના બેનેફિટ પણ મળતા રહેશે. Zomato Pro Plus મેમ્બરશિપ ભારતભરના 41 શહેરોમાં મળશે.

Zomato ના ગોલ્ડ અને પ્રો યુઝર્સ

જણાવી દઇએ કે કેટલાંક સમય પહેલા જ Zomato ગોલ્ડને ઝોમેટો પ્રોમાં અપગ્રોડ કરવામાં આવ્યું હતું જે ડિલિવરીની સાથે સાથે ડાઇન-ઇન પર પણ છૂટ આપે છે. Zomato Pro યુઝરને ઓર્ડરમાં વધારાની થૂટ સાથે ફૂડ પર 40 ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે. Zomato Pro મેમ્બરશિપ માટે તમને 3 મહિના માટે 200 રૂપિયા ચાર્જ આપવાનો હોય છે, જ્યારે વાર્ષિક મેમ્બરશિપ માટે 750 રૂપિયા ચુકવવાના હોય છે. તે બાદ Zomato Pro ના યુઝ પર ડેલી, વીકલી કે મંથલી કોઇ લિમિટ નથી.

Read Also

Related posts

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

Damini Patel

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!