GSTV
Home » News » બે વખત વેજ મંગાવ્યું છતાં ઉપવાસીને નોનવેજ પધરાવી દેતા 100 લોકો જમી લે તેટલો દંડ ફટકારાયો

બે વખત વેજ મંગાવ્યું છતાં ઉપવાસીને નોનવેજ પધરાવી દેતા 100 લોકો જમી લે તેટલો દંડ ફટકારાયો

સૌ પ્રથમ વખત પૂણેની કન્ઝ્યૂમર કોર્ટ(ગ્રાહક અદાલતે) ઝોમેટો અને રેસ્ટોરન્ટ પર ખોટી ડિલિવરી કરવાના બદલામાં દંડ ફટકાર્યો છે. આ કેસમાં ઝોમેટો અને પૂણેની એક રેસ્ટોરન્ટે ગ્રાહકને વેજના બદલે નોન-વેજની ડિલવરી કરી હતી, જેના બદલામાં તેમને રૂ.૫૫,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. 

બોમ્બ હાઈકોર્ટના નાગપુર બેન્ચના વકીલ શનમુખ દેશમુખે આ અંગેની ફરીયાદ કન્ઝ્યુમર કોર્ટમાં કરી હતી. કોર્ટે ઝોમેટો અને રેસ્ટોરન્ટને ૪૫ દિવસમાં રકમ ચુકવવાનો આદેશ આપ્યો છે. વકીલ દેશમુખે જણાવ્યું કે, ગત વર્ષે ૩૧ મેના રોજ તે પુણે ગયા હતા. અહીં તેમણે ઝોમેટો એપ પરથી પનીર બટર મસાલાનો ઓર્ડર કર્યો હતો, પરંતુ બદલામાં ડિલીવરી બોયે તેમને ચિકન બટર મસાલા આપ્યું હતું.

ફરીયાદ કર્યા બાદ રેસ્ટોરન્ટે ફરીથી પનીર બટર મસાલા મોકલવાની વાત કરી હતી, પરંતુ ફરીથી તેમને ચિકન બટર મસાલા મળ્યું. દેશમુખે વધુમાં જણાવતાં કહ્યું કે, તે દિવેસ ગરૂવાર હતો, અને તેથી મારો ઉપવાસ હતો. તેમજ તેમની ખોટી ડિલીવરીને કારણે મારે મુશ્કેલી સહન કરવી પડી હતી.

કન્ઝ્યુમર કોર્ટે આદેશમાં જણાવ્યું કે, જો દંડની રકમ નિર્ધારિત સમય પર ચૂકવવામાં આવશે નહિ તો ઝોમેટો અને રેસ્ટોરન્ટે આ રકમ પર ૧૦ ટકા વ્યાજ પણ ભરવાનું રહેશે. જો કે, ઝોમેટો અને રેસ્ટોરન્ટને બેકાળજીના કારણે દંડના ૫૦,૦૦૦ અને માનસિક ત્રાસ બદલ ૫૦૦૦ રૂપિયા દેશમુખને મળશે.

READ ALSO

Related posts

હોસ્ટેલમાં ફરજ બજાવતા રેક્ટર પર ઘાતકી હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

કેરલ: રાજ્યપાલ આરિફ મોહમ્મદને હટાવવાનો પ્રસ્તાવ, સ્પીકરે નોટિસ માન્ય રાખી

Pravin Makwana

ફક્ત 25 રન અને ટી-20 ઈન્ટરનેશનલમાં ધોનીનો રેકોર્ડ તોડશે વિરાટ કોહલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!