પોતાના ગ્રાહકોને 10 મિનિટમાં ફૂડ ઓર્ડર પહોંચાડનારી કંપની Zomatoના સ્થાપક દીપેન્દ્ર ગોયલે આજે એક મોટી જાહેરાત કરી છે. તેમણે ખૂબ જ નેક કામ માટે 700 કરોડની રકમ દાન કરવાની જાહેરાત કરી છે. ગોયલે કહ્યુ કે, તે 700 કરોડ રૂપિયાના મૂલ્યની બરાબર પોતાવા એમ્પ્લોઇ સ્ટૉક ઓપ્શન પ્લાન એટલેકે ESPOને ઝોમેટો ફ્યુચર ફાઉંડેશનમાં દાન કરશે.

ઈન્ટરનલ મેઇલમાં દીપેન્દ્ર ગોયલે જણાવ્યું હતું કે, આ પગલું કંપની પાસે Zomatoના ડિલિવરી એક્ઝિક્યુટિવને જાળવી રાખવા માટેના તમામ પગલાંનો એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે ઝોમેટો ફ્યુચર ફાઉન્ડેશન કંપની સાથે લાંબા સમયથી ડિલિવરી પાર્ટનરના બે બાળકોના શિક્ષણનું ધ્યાન રાખે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડિલિવરી પાર્ટનરો અને તેમના પરિવારોને આપવામાં આવતી સુવિધાને વધુ વિસ્તૃત કરવામાં આવશે.
10 વર્ષના કર્મચારીઓના બાળકોને અભ્યાસ માટે 1 લાખ મળશે
જણાવી દઈએ કે Zomato ફ્યુચર ફાઉન્ડેશન કંપનીના તમામ ડિલિવરી પાર્ટનરના બે બાળકોને વાર્ષિક 50 હજાર રૂપિયા પ્રતિ બાળકના શિક્ષણ માટે મદદ કરે છે. આ માટે, કર્મચારીએ કંપનીમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોવા જોઈએ. આ સાથે કામની કામગીરીને લઈને કેટલાક માપદંડો પણ પૂરા કરવા પડશે. કર્મચારીઓને મોકલવામાં આવેલા આંતરિક મેઇલમાં દીપેન્દ્ર ગોયલે વધુમાં જણાવ્યું હતું કે કંપનીમાં 10 વર્ષ પૂર્ણ કરનાર ડિલિવરી પાર્ટનરને તેના બાળકોના શિક્ષણ માટે વાર્ષિક 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
ડિલિવરી પાર્ટનરના હોનહાર બાળકોને સ્કોલરશિપ આપવામાં આવશે
મોકલવામાં આવેલા આંતરિક મેઇલ મુજબ, કંપનીની મહિલા ડિલિવરી પાર્ટનર્સ માટે આ શરતોને વધુ સરળ બનાવવામાં આવી છે. આ ઉપરાંત 12મું અને ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા પર ફાઉન્ડેશનની ગર્લ સ્ટુડન્ટ્સને પ્રોત્સાહક ઈનામો પણ આપવામાં આવશે. ગોયલે એ પણ માહિતી આપી હતી કે ડિલિવરી પાર્ટનરના આશાસ્પદ બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે.

અકસ્માતનો ભોગ બનેલા ડિલિવરી પાર્ટનરના પરિવારને મદદ મળશે
જો ઓર્ડર ડિલિવરી દરમિયાન કોઈ પાર્ટનર અકસ્માતનો શિકાર બને તો તેના પરિવારને મદદ કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે 10 મિનિટમાં ઓર્ડર પહોંચાડવાના પ્રયાસમાં ઘણી વખત ડિલિવરી બોયનો અકસ્માત પણ થઈ જાય છે. દેશભરમાંથી આના અનેક ઉદાહરણો સામે આવ્યા છે. સંસ્થાપક દીપેન્દ્ર ગોયલે કહ્યું કે ડિલિવરી બોયના અકસ્માત પર તેના પરિવારની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે.
READ ALSO:
- એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ
- શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત
- કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ
- મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી
- એક પાલતું પશુ વર્ષમાં છોડે છે 80 થી 120 કિલો મીથેન ગેસ, 1 વર્ષ કાર ચલાવવા જેટલું પર્યાવરણને થાય છે નુકસાન