GSTV

Internet Down / વિશ્વભરની મોટા ભાગની એપ્લિકેશન અચાનક જ બંધ, એક કલાક સુધી યુઝર્સ-ક્રીયેટર્સ થયા રઘવાયા

Last Updated on July 22, 2021 by Dhruv Brahmbhatt

Zomato, Paytm, Disney+ Hostar, Sony LIV, Paytm, Play Station Network (PSN) અને સ્ટીમ સહીત અનેક ઇન્ટરનેટ આધારિત સેવાઓ ડાઉન થઇ ગઇ. આ સમસ્યા ભારત સહિત વિશ્વભરના યુઝર્સની સામે આવીને ઊભી રહી હતી. તેની પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થઇ શક્યું. પરંતુ એટલું કહેવાઇ રહ્યું છે કે, આવું અકામાઇ વેબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે થયું છે.

લગભગ એક કલાક બાદ ઇન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માતા અકામાઇએ આ આઉટેજની પુષ્ટિ કરી હતી કે, તેને પણ આ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઇન્ટરનેટ આઉટેજ ટ્રેકર ડાઉનડેક્ટરના જણાવ્યાં મુજબ અમે આની સક્રિય રૂપથી તપાસ કરી રહ્યાં છીએ. ઇન્ટરનેટ આઉટેજ ટ્રેકર ડાઉનડિટેક્ટરના અનુસાર સમસ્યા ગુરૂવારના રાત્રિએ અંદાજે 8:55 કલાકે થઇ, જે પાંચ મિનિટમાં જ મોટા સ્તર સુધી પહોંચી ગઇ.

ડેલ્ટા એરલાઇન્સ, એમેઝોન અમેરિકા, કૉલ ઑફ ડ્યુટી, એચબીઓ મેક્સથી લઈને ઘણી બેંકની વેબસાઇટ્સ પણ ડાઉન રહી હતી. Akamai તરફથી એક નિવેદન પણ સામે આવ્યું હતું.

આ આઉટેજમાં ઘણી સાઈટો પણ પ્રભાવિત થઇ હતી અને Akamai એ 30 મિનિટની અંદર અપડેટનો વાયદો કર્યો હતો. ડાઉનડેક્ટર મુજબ કેટલીક પ્રભાવિત સાઇટોમાં ગેમિંગ સેવાઓ, સ્ટીમ અને PSN, disney plus hotstar અને Sony LIV જેવી સ્ટ્રીમિંગ સેવાઓ પણ સામેલ હતી.

Akamai એક વૈશ્વિક કૉન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક અને સાયબર સિક્યુરિટી કંપની છે. અહીં ક્લાઉડ સર્વિસ પર પણ કામ કરવામાં આવ્યું છે. આ કંપની વિશ્વની મોટા ભાગની મોટી વેબસાઇટ્સને સેવા પૂરી પાડે છે. Akamai માં સમસ્યાને આવવાના કારણે આ વેબસાઇટ્સ પર અસર પડી રહી છે.

Paytm એ એક ટ્વિટમાં જણાવ્યું કે, અકામાઇમાં વૈશ્વિક આઉટેજને ધ્યાને રાખતા કેટલીક સેવાઓ પ્રભાવિત રહેશે. અમે આના સમાધાન માટે કામ કરી રહ્યાં છીએ. આ સાથે જોમેટાના સંસ્થાપક દીપિંદર ગોયલએ એક ટ્વિટમાં આ કારણનો હવાલો આપતા જણાવ્યું કે, અમારી એપ ડાઉન છે અને અમારી ટીમ તમામ ઓર્ડર સમય પર પહોંચાડવા માટે સતત કામ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

BIG BREAKING: કોવિડ ગાઈડલાઈન્સ 31 ઓગસ્ટ 2021 સુધી લંબાઈ, MHAનો સ્પષ્ટ નિર્દેશ-સખ્તાઈ યથાવત રાખો

pratik shah

બીજા ડોઝની સમયમર્યાદા જતી રહે તો કોનો વાંક? મહાનગર અમદાવાદમાં રસીકરણની કામગીરી ખાડે ગઈ, ટોકન લેવા માટે સવારે પાંચ વાગ્યાથી લાઈનો

Bansari

BREAKING/ 50 લાખ લોકો આ શહેરમાં ઘરોમાં થયા લોક, ડેલ્ટા વેરિએન્ટે આતંક મચાવતાં એક મહિનો વધ્યું લોકડાઉન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!