GSTV
Home » News » Video : ધોની-ભજ્જી-રૈનાની લિટલ એન્જલ્સ બની ગઇ છે બેસ્ટ ફ્રેન્ડ્ઝ, આ રીતે કરે છે મસ્તી

Video : ધોની-ભજ્જી-રૈનાની લિટલ એન્જલ્સ બની ગઇ છે બેસ્ટ ફ્રેન્ડ્ઝ, આ રીતે કરે છે મસ્તી

આઇપીએલ સીઝન 11માં સૌતી મજબૂત ટીમ ગણાતી એવી ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સે બીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. શનિવારે રમાયેલી મેચમાં પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે ચાલી રહેલી મુંબઇએ ચેન્નઇને 7 વિકેટે હરાવ્યું.

આઇપીએલ એક એવી ટૂર્નામેન્ટ છે જ્યાં કિપણ સમયે ગેમ પલટાઇ જાય છે. આ હાર-જીતના સિલસિલા વચ્ચે ખેલાડીઓ ખૂબ જ મોજમસ્તી કરતા હોય છે. સોશિયલ મીડિયા પર આ ખેલાડીઓની તસવીરો અને મજેદાર વિડિયો વાયરલ થતા હોય છે. ખેલાડીઓ સાથે સાથે તેમના પરિવાજનો અને બાળકો વચ્ચે પણ એક અદભૂત બોન્ડિંગ થઇ જાય છે. ખેલાડીઓની સાથે સાથે તેમના બાળકો પણ સારા મિત્રો બની ગયાં છે.

આવો જ એક વિડિયો સુરેશ રૈનાએ પણ શેર કર્યો છે. વિડિયોમાં જીવા ધોની, ગ્રેસિયા રૈના અને હિનાયા હીર ગોળ ગોળ ફરતા જોવા મળી રહ્યાં છે. આ ત્રણેય લિટલ એન્જલ્સ ફરતા ફરતા નર્સરી રાઇમ ‘રિંગ ઓ રોઝીસ’ ગાઇ રહ્યાં છે. ધોની,રૈના અને હરભજન સિંહની દિકરીઓ વચ્ચે પણ અદભુત બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના અને હરભજન સિંહની ટુકડી ચેન્નઇ સુપર કિંગ્સને આઇપીએલનો ખિતાબ જીતાડવાનો પ્રયાસ કરી રહી છે. શનિવારે મળેલી હાર છતાં ચેન્નઇ પોઇન્ટ ટેબલ પર ટૉપ પર છે.

Related posts

દક્ષિણ આફ્રિકાના પહાડી વિસ્તારમાં 86.7 કિ.મી.ની રેસ, ગુજરાતના દોડવીરે કરી પૂરી

Dharika Jansari

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ HDFC બેંક પર 1 કરોડનો દંડ ફટકાર્યો

Mansi Patel

ચોરી કરવા રખાયા હતા માણસો, એ પૈસા વાપરતો હતો આ રીતે

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!