GSTV

ઝિમ્બાબ્વેમાં સંસદીય ચૂંટણી બાદ હિંસા, જવાનોના ફાયરિંગમાં 10નાં મોત

ઝિમ્બાબવેમાં સંસદીય ચૂંટણી બાદ હિંસા ફાટી નીકળી. જેમાં 10 જેટલા લોકોનાં મોત થયા છે. ઝિમ્બાબવેની રાજધાની હરારેમાં સુરક્ષા જવાનોએ પ્રદર્શન કરી રહેલા વિપક્ષી દળોના સમર્થકો પર ફાયરિંગ કર્યાં. જેમાં 10 લોકનાં મોત થયાં. સરકારે કહ્યું કે રાજધાનીમાં સેનાને પોલીસની મદદ માટે તૈનાત કરાઈ હતી. પોલીસે કહ્યું કે હિંસા ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરાઈ છે.

વિપક્ષોએ આ ઘટનાની ટીકા કરી છે. વિપક્ષોનો આરોપ છે કે સત્તાધારી પક્ષ જાનુ-પીએફએ ચૂંટણીમાં ગરબડી કરી છે. સોમવારે પરિણામો સામે આવ્યા હતા. જેમાં જાનુ-પીએફએ બહુમત હાંસિલ કર્યો છે. હજુ પરિણામોની જાહેરાત કરાઈ નથી. યુરોપિયન યુનિયને ચૂંટણી પરિણામોની જાહેરાતમાં મોડું કરવા પર ચિંતા વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ એમર્સન નૈનગાગવાએ હિંસા માટે વિપક્ષી ગઠબંધનને જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે આ ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઉભો કરવાનું કાવતરૂં છે.

Related posts

વગર Lockdownએ એક મહિલાના દમ પર દક્ષિણ કોરિયાએ આ રીતે જીતી Corona સામે જંગ

Arohi

ગુજરાતમાં ઝડપથી ફેલાઈ રહયો છે કોરોના, મોતના આંકમાં રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે

Karan

બ્રિટેન : બોરિસ જોનસનનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આ વ્યક્તિ સંભાળશે PM પદની જવાબદારી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!