GSTV

ચીનની જાસુસી ઉપર સરકારે આપ્યા તપાસના આદેશ, 30 દિવસોમાં રિપોર્ટ આપશે એક્સપર્ટ કમિટી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભારતના 10 હજારથી વધારે લોકોની જાસુસીના કેસમાં કેન્દ્ર સરકારે બુધવારે એક કમિટીની રચના કરી છે. આ કમિટી એક મહિનાની અંદર રિપોર્ટ આપશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે જેનહુઆ ડેટા લીક કેસમાં સરકારે આ રિપોર્ટનું અધ્યયન કરવા, તેનું મુલ્યાકન કરવા, કાયદાકીય કોઈ પણ ઉલ્લંઘનનું આકલન કરવા માટે નેશનલ સાઈબર સિક્યોરીટી કોઓ્ડિનેટર સહિત એક એક્સપર્ટ કમિટીની રચના કરી છે. કમિટી પાસેથી 30 દિવસની અંદર રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

ચીને આપ્યો આ જવાબ

સુત્રોએ જણાવ્યું છે કે, સરકારે આ રિપોર્ટ ઉપર ચિંતા વ્યક્ત કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, વિદેશી સોર્સ સહમતિ વગર દેશના નાગરિકોના વ્યક્તિગત ડેટા સુધી પહોંચી રહ્યાં છે કે પછી તેને પ્રાપ્ત કરવાની માગ કરી રહ્યાં છે. વિદેશ મંત્રાલયે ચીન દ્વારા ભારતની મોટી હસ્તીઓની જાસુસી કરવાને લઈને ચીની રાજદુતની સામે મુદ્દો ઉઠાવ્યો છે. ચીને તેના જવાબમાં કહ્યું છે કે, જેનહુઆ એક ખાનગી કંપની છે અને પોતાની સ્થિતિને સાર્વજનિક રૂપે બતાવી ચુકી છે.

કોંગ્રેસે સમગ્ર મુદ્દો સંસદમાં ઉઠાવ્યો

ઉલ્લેખનીય છે કે, એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ચીનની ડેટા કંપનીએ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, વિપક્ષના મોટા નેતાઓ, કેબિનેટ મંત્રીઓ, રાજ્યોના મુખ્યમંત્રીઓ, ન્યાયધીશ તથા કેટલીક હસ્તીઓની જાસુસી કરી છે. તેમજ તેમાં કહેવામાં આવ્યું હતું કે, તેનો સંબંધ ચીનની સરકાર સાથે છે. તેબાદ કોંગ્રેસે સમગ્ર મુદ્દો સંસદમાં પણ ઉઠાવ્યો હતો. કોંગ્રેસ સાંસદોએ સદનમાં કહ્યું હતું કે, ચીનની ડિઝીટલ આક્રમતાથી બચવા માટે સરકારે મજબૂત વ્યવસ્થા બનાવવી જોઈએ. કોંગ્રેસના બે સદસ્યો સી વેણુગોપાલ અને રાજીવ સાતવે રાજ્યસભામાં શૂન્યાકાળ દરમયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેના ઉપર રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુએ સંસદીય કાર્યમંત્રીને કહ્યું કે તે આ વાત ઉપર ધ્યાન આપે અને સંબંધિત મંત્રીઓને તેની જાણકારી આપે.

The Prime Minister, Shri Narendra Modi holds review meeting with the officials at Basirhat, West Bengal after his aerial survey of the Amphan Cyclone affected areas in the state, on May 22, 2020.

ક્યાં લોકોની થઈ હતી જાસુસી ?

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જે લોકોની જાસુસી કરવામાં આવી રહી હતી. તેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, તેના પરિવારના સદસ્ય, મુખ્યમંત્રી મમતા બેનર્જી, અશોક ગેહલોત, અમરિંદર સિંહ, ઉદ્ધવ ઠાકરે, નવીન પટનાયક, શિવરાજસિંહ ચૌહાણ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, નાણામંત્રી સીતારમણ, કપડા મંત્રી સ્મૃતિ ઈરાની, રેલમંત્રી પીયૂષ ગોયલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપીન રાવત, સેનાના ઓછામાં ઓછા 15 પૂર્વ પ્રમુખો, ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા એસએ બોબડે, સીએજી જીસી મૂર્મૂ, સ્ટાર્ટઅપ ટેક ઉદ્યમી જેવા કે, ભારત પેના સંસ્થાપક નિપુણ મેહરા, ઓથબ્રિજના અજય તેહરાન, દેશના મોટા ઉદ્યોગપતિ રતન ટાટા અને ગૌતમ અદાણી જેવા લોકોનો પણ સમાવેશ થાય છે.

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!