GSTV

ના હોય! 100 કરોડ રૂપિયા સેલરી લે છે આ પરિવાર, લોકોને શેર બજારમાંથી આ રીતે કરાવે છે તગડી કમાણી

શેર

Last Updated on May 29, 2021 by Bansari

શેર બજાર દ્વારા લોકોને કમાણી કરાવવા માટે માર્કેટમાં અનેક પ્રકારની પ્રોડક્ટ્સ અને પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. એંજલ બ્રોકિંગ, જિરોધા, શેરખાન જેવા ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ ભારતમાં વધુ લોકપ્રિય છે. લોકોને શેર બજારમાંથી આ પ્લેટફોર્મ કમાણી તો કરાવે જ છે. પરંતુ શું તમે જાણો છો કે તેમના ફાઉન્ડર્સ, પ્રમોટર્સ કેટલી કમાણી કરે છે. આજના દૌરમાં લોકપ્રિય ટ્રેડિંગ પ્લેટફોર્મ જીરોધાની વાત કરીએ તો તેના ફાઉન્ડર્સની સેલરી 100 કરોડ રૂપિયા છે જે મોટી મોટી કંપનીઓના અધિકારીઓ અને પ્રમોટર્સને મ્હાત આપે છે.

જીરોધાના ફાઉન્ડર નીતિન કામથ તેની પત્ની સીમા પાટીલ અને નિતિનના ભાઇ નિખિલ કામતની સેલરી 100 કરોડ રૂપિયા છે. બેંગલોર બેસ્ડ આ ઓનલાઇન પ્લેટફોર્મ લોકોને શેર બજારમાંથી કમાણી કરાવે છે. આ પ્લેટફોર્મ પર લોકો ઇક્વિટી માર્કેટ પર ડિલિવરી અને ઇંટ્રા ડે બંને જ ટ્રેડિંગ કરી શકે છે. 2010માં સ્થાપિત આ કંપની આજે રોકાણકારો વચ્ચે ખૂબ જ લોકપ્રિય થઇ ચુકી છે.

શેર

આ દિગ્ગજો પર પડ્યા ભારે

નીતિન કામથ તેની પત્ની સીમા પાટીલ અને નિતિના ભાઇ નિખિત કામથ દેશની અનેક મોટી કંપનીઓના પ્રમોટર્સની સેલરી પર ભારે પડી રહ્યાં છે. નાણાકીય વર્ષ 2020માં તેની પહેલા સન ફાર્માના કલાનિથિ મારનની સેલરી 87.5 કરોડ રૂપિયા જણાવવામાં આવી હતી. સાથે જ હીરો મોટોકોર્પના પવન મુંજાલની સેલરી 84.6 કરોડ હતી. આ ઉપરાંત આમરા રાજાના ફાઉન્ડર જયાદેવ ગાલાની સેલરી આશરે 45 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. જો કે ટેક મહિન્દ્રાના સીઇઓ સી પી ગુરનાની આ બધામાં અવ્વલ છે. તેની સેલરી આશરે 146 કરોડ રૂપિયા છે.

શેર

કંપનીની વેલ્યૂ 2 અબજ ડોલર

ફક્ત 10 વર્ષમાં જીરોધાએ કઇ તેજીથી પ્રગતિ કરી છે તેનો અંદાજ તમે કંપનીની વેલ્યૂ પરથી લગાવી શકો છો. ફક્ત 10 વર્ષમાં કંપનીની વેલ્યૂ 2 અબજ ડોલર થઇ ચુકી છે. હવે કંપની પોતાના આ ગ્રોથનો ફાયદો પોતાના કર્મચારીઓને આપવા માગે છે. તે અંતર્ગત કંપનીએ પોતાના શરૂઆતના કર્મચારીઓ માટે શેર બાયબેક કરવાની યોજના પણ બનાવી છે. જણાવી દઇએ કે જીરોધાની વેલ્યૂ ફક્ત 1 વર્ષમાં બમણી થઇ ગઇ છે. કંપનીના ફાઉન્ડર નીતિને ટ્વીટ કરીને જાણકારી આપી છે કે કંપની આશરે 2.5 કરોડ ડોલર (150થી 200 કરોડ રૂપિયા)ને એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન બાયબેક કરવાની યોજના પર કામ કરી રહી છે.

Read Also

Related posts

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

pratik shah

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

Zainul Ansari

Stock Market Closed / શેરબજારમાં જબરદસ્ત તેજી; સેન્સેક્સ 776 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, નિફ્ટી 17400ના સ્તરે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!