આ વર્ષે શાહરૂખ ખાનની દર્શકોને સૌથી મોટી ભેટ એટલે કે કિંગ ખાનની ફિલ્મ ‘ઝીરો’ આજે રિલિઝ થઇ ગઇ છે. ફિલ્મમાં એક વહેંતિયાનો કિરદાર નિભાવી રહેલો શાહરૂખ શરૂઆતથી જ આ ફિલ્મને લઇને ચર્ચામાં છે. ફિલ્મની વાત કરીએ તો ફિલ્મનો પહેલો હિસ્સો ખૂબ જ શાનદાર છે અને ફિલ્મના ગીતો પણ શાનદાર છે. ફિલ્મની સ્ટોરી અને પ્લોટના હિસાબે બધા જ પાત્રો ફિટ બેસે છે. પરંતુ ફિલ્મની સ્ટોરીની વાત આવે ત્યાં જ આ ફિલ્મ નબળી પડતી દેખાય છે.
શાહરૂખ ખાન એક સુપરસ્ટાર છે અને સૌથી ઉપર તે એક બ્રાન્ડ છે. જ્યારે કરોડો લોકોને તેમા ભરોસો હોય ત્યારે એક બ્રાન્ડ બને છે. જો કે જ્યારે અપેક્ષાઓ સાચી ના પડે તો બ્રાન્ડ પરનો ભરોસો ઓછો થતો જાય છે. શાહરૂખ ખાન સાથે પણ આવું જ થઈ રહ્યું છે. ફિલ્મ ‘રા-વન’ પછી શાહરૂખ સાથે સતત આવુ થઈ રહ્યું છે.
નબળી છે ફિલ્મની વાર્તા
‘ઝીરો’ ફિલ્મની વાર્તા નકલી દેખાતા મેરઠથી શરૂ થાય છે. જે બઉઆ સિંહ (શાહરૂખ ખાન)ની વાર્તા છે. બઉઆ પોતાના પિતા (તિગમાંશૂ ધૂલિયા)ને નામથી બોલાવે છે. પોતે ઠીંગણો હોવાનો દોષ પણ તેમને જ આપે છે.
આફિયા (અનુષ્કા શર્મા) પર તેનું દિલ આવી જતા તેને ઇમ્પ્રેસ કરવા ફાઇવ સ્ટાર હોટલમાં ગીત ગવડાવવાની તૈયારીઓ પાછળ તે લાખ રૂપિયા ખર્ચ કરી દે છે.
ડાન્સ કૉમ્પિટેશનમાં ભાગ લઇને પોતાના સપનાની રાણી બબીતા કુમાર(કેટરીના કૈફ) સાથે સમય પસાર કરવા તે મુંબઈ જતો રહે છે. જ્યારે તેને લાગે છે કે તેણે આફિયા સાથે યોગ્ય વ્યવહાર નથી કર્યો તો તે આફિયાની માફી માંગવા અમેરિકા પહોંચી જાય છે.
શરૂઆતમાં રોમાંચિત કરે છે શાહરૂખનો વામન અવતાર
નિર્દેશક આનંદ એલ રાયની સફળતામાં તેમના લેખક હિમાંશુ શર્માનું પણ મોટું યોગદાન છે. ‘તનુ વેડ્સ મનુ’ અને ‘રાંઝણા’નાં પહેલા તેમણે આનંદ એલ રાયની પહેલી ફિલ્મ ‘સ્ટ્રેન્જર્સ’ પણ લખી હતી. જેના 4 વર્ષ પછી તેઓ ‘તનુ વેડ્સ મનુ’ બનાવી શક્યા હતા. ફિલ્મ ‘ઝીરો’માં શાહરૂખનો વામન અવતાર શરૂઆતમાં તો રોમાંચિત કરે છે, પરંતુ ત્યારબાદ વાર્તામાં ફક્ત પ્રણય ત્રિકોણ અને બે નાયિકાઓ જેમાંથી એક શારીરિક રીતે કમજોર છે તો બીજી ભાવનાત્મક રીતે. ફિલ્મની વાર્તા નબળી છે. આનંદ એલ રાય નાના શહેરોની વાર્તા મોટા પડદા પર દર્શાવા માટે જાણીતા છે. ‘ઝીરો’માં પણ તેમની આવી જ કોશિશ છે.
‘ઝીરો’ પહેલા દિવસે કરશે આટલા કરોડનો બિઝનેસ
આ ફિલ્મમાં ગણતરી કરવા માટે સલમાન ખાન છે, શ્રીદેવી છે, કાજોલ છે, રાની મુખર્જી છે, આલિયા ભટ્ટ છે, કરિશ્મા કપૂર છે અને દીપિકા પાદુકોણ પણ છે; બસ, વાર્તા નથી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને 200 કરોડનાં મોટા બજેટમાં બનાવવામાં આવી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શનું અનુમાન છે કે ‘ઝીરો’ 35-40 કરોડનો બીઝનેસ પહેલા દિવસે કરશે.
Read Also
- ચાંગોદર જીઆઇડીસીના કેમિકલયુક્ત પાણીથી થતા નુકશાન મામલે આખરે તંત્ર કુંભકર્ણ ઉંઘમાથી જાગ્યું
- ગુજરાત સરકારની ફરી મુશ્કેલી વધશે, મહેસુલ બાદ આ વિભાગના કર્મચારીઓએ ચઢાવી બાયો
- સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?
- આ ગામના લગભગ દરેક ઘરમાં છે કેન્સરનો દર્દી, આ રીતે એક પછી એક બન્યાં આ ગંભીર બીમારીનો ભોગ
- ટીમ ઇન્ડિયામાંથી વર્ષો પહેલાં બહાર ફેંકાઇ ગયેલો આ ક્રિકેટર બન્યો IPL 2020નો સૌથા મોંઘો ખેલાડી