આવી ગયું વર્ષનું સુપરહિટ ગીત, શાહરૂખ અને સલમાનને એકસાથે જોઇ દિલ નાચી ઉઠશે

શાહરૂખ ખાન અને સલમાન ખાનને એક સાથે જોવા એ પણ એક રોમાંચ છે. છેલ્લે સલમાન ખાનની જ ફ્લોપ ફિલ્મ ટ્યુબલાઇટમાં શાહરૂખ ખાન જાદુગરના રોલમાં નજર આવ્યો હતો અને ત્યારથી સલમાન પણ શાહરૂખની ફિલ્મ કેમિયો કરશે તેવી વાતોએ ચર્ચા જગાવી હતી. આખરે એ દિવસ પણ આવી ગયો.

શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોનું સલમાન ખાન સાથેનું ગીત રિવીલ થઇ ગયું છે. ગીતના બોલ છે ઇશકબાઝ. જેમાં સલમાન ખાન અને શાહરૂખ વર્ષો બાદ એક સાથે એક મંચ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ગીતમાં સાફ દેખાઇ આવી રહ્યું છે કે આ કોઇ રિયાલીટી શોનો મંચ છે. જેમાં બે જાણીતા કોરિયોગ્રાફર પણ છે.

ફિલ્મનું મ્યુઝિક અજય-અતુલે આપ્યું છે. જેમણે મરાઠીમાં ફિલ્મ સૈરાટમાં સંગીત આપ્યું હતું. ઇર્શાદ કામિલે ગીતના બોલ લખ્યા છે. વર્ષો બાદ શાહરૂખમાં એનર્જી જોવા મળી રહી છે. જેની ફેન્સ રાહ જોઇ રહ્યા હતા. આ સાથે જ કેટરિના કૈફ ફિલ્મમાં બબિતા કુમારીનો રોલ પ્લે કરી રહી હોવાનું પણ સાફ થઇ ગયું છે. શાહરૂખ આ ગીતની શરૂઆતમાં જ બબીતા કુમારીનું નામ બોલે છે. ગીતના શાનદાર બોલ પર નજર કરીએ તો.

एक बटे दो आशिक तोहरी कैसे होगी छोरी रे
अपने कद से ऊंचा न तू सपनों का चरखा कात

करत है क्यों बातें उमर से बड़ी
तू देसी दीवाना वो इंग्लिश परी

जिसका जवाब वो बौना ये कहते हुए देता है-

रे साहिबा पढ़ाकू थी
मिर्ज़ा था टैं
तभी तो वो इंग्लिश है
देसी हूं मैं.

ફિલ્મનું ગીત શાહરૂખની જ અવાજ માનવામાં આવી રહેલ સુખવિંદર સિંહે ગાયું છે. શાહરૂખ અને સુખવિંદરે બોલિવુડના ઇતિહાસમાં એકથીબઢકર એક સુપરહિટ ગીતો ગાયા છે. વાત છૈયા છૈયાની હોય, દર્દે ડિસ્કો, મરજાની, ચક દે ઇન્ડિયા, હોલે હોલે. તો સલમાન માટે પણ સુખવિંદરે દબંગનું ટાઇટલ ટ્રેક, સુલતાનનું ટાઇટલ ટ્રેક, ટાઇગર ઝિંદા હૈનું ટાઇટલ ટ્રેક ગાયું છે. એટલે સુખવિંદરનો અવાજ બંન્ને એક્ટરોમાં મિક્સ અપ થઇ ચાલી જાય છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter