GSTV

Do You Know? શું તમે જાણો છો તમારે આ ઉત્પાદનો પર ચૂકવવાનો નથી હોતો GST, ચેક કરો સંપૂર્ણ લિસ્ટ

Last Updated on September 17, 2021 by Pritesh Mehta

વધતી મોંઘવારીના આ સમયમાં પણ રોજિંદા જીવનમાં એવી ઘણી વસ્તુઓ છે જેના પર એક રૂપિયાનો પણ ટેક્સ નથી લાગતો. આ વસ્તુઓ એવી છે જેના પર GST દર 0% છે.

GST

GST પર હાલ 4 પ્રકારના રેટ નક્કી કરવામાં આવ્યા છે. 5%, 12%, 18% અને 28%. જોકે, ગોલ્ડ પર 3%ના દર ટેક્સ વસુલ કરવામાં આવે છે. આ ઉપરાંત અનેક પ્રકારની વસ્તુઓ અને સર્વિસીઝ એવી છે જેના પર કોઈપણ પ્રકારનો ટેક્સ નથી આપવો પડતો.

તાજું દૂધ, દહીં, લસ્સી, છાસ, છૂટક પનીર, ઇંડા, કુદરતી મધ, બટાકા, ટામેટાં, ડુંગળી, લસણ અને અન્ય શાકભાજી, ફળો, અનરોસ્ટેડ કોફી બીન્સ, પ્રોસેસ કર્યા વગરની ચા, છૂટક મસાલા, છૂટક અનાજ, તેલીબિયાં, પાનના પત્તા, ગોળ, ચુડા, તમામ પ્રકારનું મીઠું, ઇલેક્ટ્રિકલ એનર્જી, તમામ પ્રકારના ગર્ભનિરોધક, ઓર્ગેનિક ખાતર, કાજલ, કુમકુમ, બિંદી, સિંદૂર, અલ્તા/મહાવર, બંગડીઓ, કોલસો, ટપાલની સામગ્રી, ચેક, પુસ્તકો, અખબારો, મેગેઝિન અથવા પિરિયોડિકલ, કાચું રેશમ, ખાદી યાર્ન, માટીકામ વગેરે.

બાળકોના કામની વસ્તુઓ અને ન્યુઝ પેપર- બાળકોના ડ્રોઈંગ અને કલરીંગ બૂક્સ અને એજ્યુકેશન સર્વિસીઝ પર પણ જીએસટી નથી લાગતું. આ ઉપરાંત માટીની મૂર્તિઓ, ન્યુઝ પેપર, ખાદી સ્ટોર પરથી ખાદીના કપડાં ખરીદવા પર કોઈ GST નથી લાગતો. હેલ્થ સર્વિસીઝ- સરકાર એ હેલ્થ સર્વિસીઝને પણ 0% જીએસટીની મર્યાદામાં રાખ્યું છે. સેનેટરી નેપકીન, સ્ટોન, માર્બલ, રાખડી, સાલના પાંદડા, લાકડાની મૂર્તિઓ વગેરે હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ પર પણ ઝીરો ટકા GST છે.

ઈન્ક્મ ટેક્સ એક્ટ 1961ના સેક્શન 12AA હેઠળ રજીસ્ટર્ડ યુનિટ્સ, કોઈપણ નાણાકીય વર્ષમાં 20 લાખ રૂપિયા અથવા તેથી ઓછી સરકારી સેવાઓ, કોઈપણ ધાર્મિક કામમાં આપવામાં આવતી સેવાઓ, રેલવે અથવા અન્ય બીજા માધ્યમથી કૃષિ ઉત્પાદન, દૂધ, મીઠું, આટો વગેરેનું પરિવહન, કૃષિ કાર્ય વગેરેને જીએસટી માંથી મુક્તિ આપવામાં આવી છે.

આ સેવાઓ પર કોઈપણ પ્રકારનો ટેક્સ નથી આપવો પડતો. આ ઉપરાંત કોઈપણ 20 લાખ રૂપિયા વાર્ષિક ટર્નઓવર વાળી કોઈપણ ઇકઇ કે ધંધાને કોર્ટ દ્વારા કે જજ મારફત આપવામાં આવતી સેવા, શિક્ષણ સાથે સંકળાયેલ સેવાઓ, વેટરનરી ક્લિનિકની સેવાઓ પણ આ લિસ્ટમાં સામેલ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!