અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 555 દિવસ બાદ કોરોનાના દર્દીઓની સંખ્યા શૂન્ય થઇ છે. કોરોના સમયમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાતી હતી. સિવિલ હોસ્પિટલમાં 100 જેટલી એમ્બ્યુલન્સ વેઇટિંગમાં રહેતી હતી.

હાલમાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો કોઇ દર્દી એડમિટ નથી. સતત 18 મહિના સુધી સિવિલ હોસ્પિટલમાં 1 લાખથી વધારે કોરોના OPD અને 45 હજારથી વધારે દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયા હતા. 4 હજાર જેટલા હેલ્થ વર્કર દિવસ રાત કામ કરતા હતા.

દેશમાં બે દિવસ કોરોનાનાં કેસોમાં ઘટાડા બાદ ફરી એકવાર અચાનક કેસોમાં વધારો જોવા મળ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, દેશમાં 24 કલાકમાં કોરોનાનાં નવા 18 હજાર, 987 કેસ નોંધાયા હતા. દેશમાં 24 કલાકમાં 19 હજાર, 808 લોકોએ કોરોનાથી મુક્તિ મેળવી હતી. કોરોનાથી દેશમાં ગત 24 કલાકમાં 246 લોકોનાં મોત થયા હતા.જયારે એક્ટિવ કેસ ઘટીને દેશમાં બે લાખ, છ હજાર, 586 થઈ થયા છે. ગત રોજ દેશમાં કોરોના વાઈરસની 35 લાખ 66 હજારથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ મૂકાયા હતા. દેશમાં અત્યાર સુધી 96.82 કરોડ કરતાં વધુ લોકોનું રસીકરણ થઈ ચૂકયું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…
MUST READ:
- ઈતિહાસ / સુભાષ ચંદ્ર બોઝે નહીં પરંતુ આ ક્રાંતિકારીએ આપ્યો હતો જયહિંદનો નારો, જાણો તેમના વિશે
- હર ઘર તિરંગા / તિરંગાના રંગમાં રંગાઈ ટીમ ઈન્ડિયા, ધોની બાદ રોહિત-કોહલી સહિતના ક્રિકેટરોએ પણ ડીપી બદલી
- Tiranga Dhokla Recipe: તિરંગા ઢોકળા સાથે આઝાદીની ઉજવણી કરો, જાણો તેની રેસીપી
- સુરત / મનપાએ વધાર્યો મિલકત વેરાનો ટાર્ગેટ, 2023માં 1700 કરોડની આવક થવાની શક્યતા
- Independence Day 2022 : સ્વતંત્રતા દિવસના મોકા પર ઘરે જરૂર ટ્રાય કરો આ Snacks