બોલિવુડના કિંગ શાહરુખ ખાનની સામે જેમ્સ કેમરૂન બન્યા મુસીબત

શાહરુખ ખાનના કરિયરની સૌથી ઉમદા ફિલ્મમાં જેની ગણના થઇ રહી છે તે ઝીરો આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થઇ રહી છે. જોકે ક્રિસમસ પર રિલીઝ થઇ રહેલી આ ફિલ્મની સામે બીજી કોઇ મોટી ફિલ્મ રિલીઝ થઇ રહી ન હોવાથી શાહરૂખ અને ફિલ્મના ડાયરેક્ટર આનંદ એલ રાય ખુશ છે. પણ આ ખુશી વધારે સમય ટકે તેવું લાગતું નથી.

શાહરૂખની આ ફિલ્મ સામે કોઇ બોલિવુડ ફિલ્મ નહીં પરંતુ હોલિવુડ ફિલ્મ ખતરો બની છે. અને આ ફિલ્મનું નામ છે અલિટા. અલિટા ફિલ્મનું ડાયરેક્શન જેમ્સ કેમરૂન કરી રહ્યા છે. જેમણે આ પહેલા ટાઇટેનિક અને અવતાર જેવી ધાક્કડ ફિલ્મો બનાવી હતી.  અને હવે એનિમેશન એક્શનથી ભરપૂર ફિલ્મ અલિટાના કારણે વિદેશમાં શાહરૂખની રિલીઝ ડેટ મુસીબતમાં મુકાઇ શકે છે.

જો કે ઝીરો ફિલ્મના બે ટીઝર રિવીલ કર્યા બાદ અને ફિલ્મમાં કેટરિના સાથે અનુષ્કાની હાજરી અને ઉપરથી એક સોંગમાં ભાઇજાન સલમાનની હાજરી હોવાના કારણે ફિલ્મને ભારતમાં કોઇ તકલીફ નહીં પડે તેવું ફિલ્મ એક્સપર્ટ દ્વારા માનવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter