રશિયા-યૂક્રેન યુદ્ધનો આજે 52મો દિવસ છે. બે મહિના થવા જઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ પણ દેશ તરફથી યુદ્ધવિરામના કોઈ સંકેત નથી. આ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ સ્વીકાર્યું છે કે તેમને ઘણું લશ્કરી નુકસાન થયું છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં ત્રણ હજારથી વધુ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા છે, જ્યારે 10 હજારથી વધુ ઘાયલ થયા છે. હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વધુ આક્રમક દેખાઈ રહ્યા છે. રશિયાએ યુક્રેનની સૈન્યને મદદ કરી રહેલા અમેરિકાને પણ ચેતવણી આપી છે. રશિયા તરફથી એક ઔપચારિક પત્ર મોકલવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનને મોકલવામાં આવી રહેલા ખતરનાક હથિયારોના કન્સાઈનમેન્ટથી તણાવ વધી ગયો છે. જો આવુ ચાલુ રહેશે તો ભવિષ્યમાં તેના ઘાતક પરિણામો આવી શકે છે.

વાસ્તવમાં યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે ઉત્તરીય કાળા સમુદ્રમાં ડૂબી ગયેલું રશિયાનું મિસાઇલ કેરિયર યુક્રેન દ્વારા કરવામાં આવેલા એન્ટિ-શિપ મિસાઇલ હુમલાનું લક્ષ્ય હતું અને ઓછામાં ઓછા એક મિસાઇલ જહાજને ટક્કર મારી હતી. કિવ સરકારે પણ યુદ્ધ જહાજ પર મિસાઈલ હુમલાનો દાવો કર્યો છે. પેન્ટાગોનના અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે તેઓ યુક્રેનના દાવાને ચકાસી શકતા નથી, પરંતુ તેઓએ તેનો ઇનકાર પણ કર્યો ન હતો. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ, જેમણે નામ ન આપવાની શરતે ગુપ્ત માહિતી શેર કરી, જણાવ્યું હતું કે બુધવારે ઓછામાં ઓછી એક, સંભવતઃ બે મિસાઇલો મોસ્કવા પર પડી હતી, જેના કારણે તેમાં આગ લાગી હતી.

આ સાથે જ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને અત્યાર સુધી કેટલું નુકસાન થયું છે તેની વિગતો આપી છે. એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રેસિડેન્ટ ઝેલેન્સકીએ કહ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર અત્યાર સુધીમાં 3000 યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા છે. આ સિવાય 10 હજાર જવાનો ઘાયલ થયા છે.
READ ALSO:
- બંપર ફાયદો/ LICના આ સુપરહિટ પ્લાનમાં માત્ર 4 જ વર્ષ કરો રોકાણ, બની જશો કરોડપતિ
- ખંભાત રામનવમી હિંસા / વધુ 4 શખ્સોની ધરપકડ, તપાસના ધમધમાટના પગલે તોફાની તત્વોમાં ફફડાટ
- બોલિવુડ/ આલિયા ભટ્ટે શેર કરી મહેંદી સેરેમનીની તસવીરો, રણબીર કપૂરે કઈંક આવી રીતે કર્યા પિતા ઋષિ કપૂરને યાદ
- પાણીના પ્રવાહને રોકવા માટે એન્જિનિયરોને પણ ચકરાવે ચડાવે તેવો ખેડૂતે અપનાવ્યો દેશી જુગાડ, વીડિયો જોશો તો તમે પણ વાહ કહી ઉઠશો
- જયારે મહેશ ભટ્ટે જમાઈ રણબીર કપૂર ગળે લગાવ્યો, ઈમોશનલ કરી દેશે આ તસવીરો