GSTV
Gujarat Government Advertisement

કામનું/ ઝાયડસ કેડિલાએ કોરોનાની દવા Virafinની કિંમત કરી જાહેર, 7 દિવસની અંદર ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવનો દાવો

ક્વોરન્ટાઇન

Last Updated on May 12, 2021 by pratik shah

ગુજરાતમાં કોરોના સંક્રમણ વચ્ચે વધુ એક ખુશખબર આવી છે. કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં ઇમરજન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી મેળવ્યા બાદ ઝાયડસ કેડિલાએ પોતાની આ દવા Virafinની કિંમત 11,995 રૂપિયા પ્રતિ ડોઝ નક્કી કરી છે. કંપનીએ આ દવાનું વેચાણ કરવાનું પણ શરૂ કરી દીધું છે. નોંધનિય છે કે, Virafin કોરોના સંક્રમિત દર્દીઓ માટે એક સિંગલ ડોઝ દવા છે. તેને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઇ) એ 23 એપ્રિલના રોજ ઇમરજન્સી યુઝ માટે મંજૂરી આપી હતી.

23 એપ્રિલના રોજ ઇમરજન્સી યુઝ માટે મંજૂરી આપી

ઝાયડસ કેડિલાએ દાવો કર્યો છે કે આ દવા કોરોના સંક્રમિત દર્દીઓમાં ઓક્સિજન સપોર્ટની જરૂરિયાત ઓછી કરે છે. Virafinને ટેકનિકલ રીતે Pegylated Interferon alpha-2bના નામે ઓળખવામાં આવે છે. આ દવા એ ક્લિનિકલ ટ્રાયલમાં કોરોના સંક્રમિત દર્દીઓ પર સારા પરિણામ દેખાડ્યા છે.

WHO

ક્લિનિકલ ટ્રાયલમાં કોરોના સંક્રમિત દર્દીઓ પર સારા પરિણામ

ઝાયડસ કેડિલાએ દાવો કર્યો છે કે Virafinથી ટ્રીટ કરાયેલા 91.15 ટકા દર્દીનો 7 દિવસની અંદર RT-PCR ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઉલ્લેખનિય છે કે કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન ભારતમાં મેડિકલ ઓક્સિજનની ભારે અછત સર્જાઇ છે અને હજારો દર્દીઓના મોત થયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!