GSTV
News Trending World

ઝવાહિરીને બે વર્ષ પહેલાં મૃત જાહેર કરાયેલો, 15 વર્ષની ઉંમરે આતંકવાદ માટે જેલમાં ગયેલો

ઝવાહિરીના મોતના સમાચાર પહેલાં પણ આવ્યા હતા. અરબ ન્યૂઝે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં રહેલા સૂત્રોને ટાંકીને ૨૦૨૦ના નવેમ્બરમાં દાવો કર્યો હતો કે, ઝવાહિરી અસ્થમાથી મરી ગયો છે. આ અહેવાલ પ્રમાણે ઓસામા બિન લાદેનના ખાતમા બાદ અલ કાયદાની કમાન સંભાળનારા અયમાન અલ ઝવાહિરીને અસ્થમાની બિમારી હોવાથી લાંબા સમયથી અફઘાનિસ્તાનના પહાડી વિસ્તારોમાં છૂપાયેલો હતો. અમેરિકાએ આતંકવાદીઓ ફરતે ગાળિયો કસતાં ઝવાહિરી બહાર પણ નહોતો નિકળી શકતો.

ઝવાહિરીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી પણ અમેરિકાએ ચોતરફ માણસોને ગોઠવી દેતાં ઝવાહિરી માટે પહાડીઓમાંથી બહાર નીકળવું શક્ય ના રહેતાં યોગ્ય સારવાર ના મળી શકી. ઝવાહીરિએ સારવારના અભાવે અફઘાનિસ્તાનના ગજનીમાં અંતિમ શ્વાસ લીધા એવો દાવો અરબ ન્યુઝે કરેલો. આ સમાચારના ત્રણ મહિના પછી એટલે કે, જાન્યુઆરી ૨૦૨૧માં અલ કાયદાએ એક વીડિયો બહાર પાડીને આ સમાચારને ખોટા ગણાવ્યા હતા. ઝવાહિરીએ પોતે એ પછી સમયાંતરે વીડિયો મેસેજ દ્વારા જે તે સમયના મુદ્દા પર બોલીને પોતે જીવતો હોવાનું સાબિત કર્યું હતું. ભારતના કર્ણાટકમાં હિઝાબનો વિવાદ ચગ્યો ત્યારે ઝવાહિરીએ હિઝાબ પહેરવો મુસ્લિમ સ્ત્રીઓનો અધિકાર હોવાનું જણાવીને વીડિયો બહાર પાડયો હતો.

ઝવાહિરી 15 વર્ષની ઉંમરે આતંકવાદ માટે જેલમાં ગયેલો

અયમાન અલ ઝવાહિરીને વિશ્વમાં સૌથી બુધ્ધિશાળી આતંકવાદીઓમાં એક માનવામાં આવે છે. કમનસીબે ઝવાહિરીએ પોતાની બુધ્ધિનો ઉપયોગ આતંકવાદને ભડાકાવવામાં કર્યો. મૂળ ઈજિપ્તનો રહેવાસી ઝવાહિરી આંખોનો ડોક્ટર હતો. ઝવાહીરિના પિતા કેરો યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. ઝવાહિરી પણ કેરો યુનિવર્સિટી મેડિકલ સ્કૂલમાંથી સ્નાતક થયો તેના બહુ પહેલાં આતંકવાદી બની ચૂક્યો હતો. આતંકવાદી પ્રવૃત્તિઓ બદલ પહેલી વાર તેની ધરપકડ થઈ ત્યારે ઝવાહિરી માત્ર ૧૫ વર્ષનો હતો.

અમેરિકા

ઝવાહિરીએ જિહાદના નામે હજારો આતંકવાદીઓની ભરતી કરી અને હજારોના જીવ પણ લીધા

ઝવાહિરીના નામે ઘણા ભીષણ હુમલા બોલે છે. કેન્યા અને તંઝાનિયામાં ૧૯૯૮માં અમેરિકાના દૂતાવાસમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૨૪ લોકોના મૃત્યુ થયા હતા. ૨૦૦૫માં લંડનમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ૫૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અમેરિકા પર થયેલા નાઈન ઈલેવનના હુમલામાં પણ ઝવાહીરિની મહત્વની ભૂમિકા હતી. આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ પાંચ દાયકામાં ઝવાહિરીએ ઘણા આતંકવાદી હુમલા કરાવ્યા છે ને વિશ્વમાં અરાજકતા ફેલાવવામાં મોટું યોગદાન આપ્યું છે.

Read Also

Related posts

બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર

Binas Saiyed

સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્ર્રમાં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીની જીતવાની શક્યતા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

Binas Saiyed

T20 WC 2022/ આ બે ક્રિકેટર T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર! ગંભીર ઈજાને કારણે BCCIએ આપી આ જાણકારી

Hemal Vegda
GSTV