મમતા બેનરજીના શપથવિધી સમારોહમાં રાજ્યપાલ જગદીપ ધનખડે રાજ્યની રાજકીય હિંસાનો મુદ્દો ઉઠાવ્યો પણ મમતાએ જડબાતોડ જવાબ આપીને તેમની બોલતી બંધ કરી દીધી. શપથવિધી પછી ધનખડે ટીપ્પણી કરી કે, મને આશા છે કે મમતા રાજ્યમાં કાયદાનું શાસન સ્થાપશે. હિંસાનો ભોગ બનેલી મહિલાઓ તથા બાળકોને મદદ કરશે. હું આશા રાખું છું કે, મમતા ફેડરલ સ્ટ્રક્ચરને માન આપીને રાજ્યની ભલાઈ માટે કામ કરશે.
મમતા ફેડરલ સ્ટ્રક્ચરને માન આપીને રાજ્યની ભલાઈ માટે કામ કરશે

મમતા ફેડરલ સ્ટ્રક્ચરને માન આપીને રાજ્યની ભલાઈ માટે કામ કરશે
રાજ્યપાલ બંધારણીય વડા છે તેથી સામાન્ય રીતે રાજ્યપાલ બોલે પછી કોઈ બોલતું નથી પણ મમતાએ શરમ રાખ્યા વિના ધનખડ બોલી રહ્યા પછી તેમના હાથમાંથી માઈક લઈને જાહેર કર્યું કે, પોતાની પ્રાથમિકતા કોરોના સામે લડવાની છે અને એ માટે કલાક પછી બેઠક બોલાવી છે. મમતાએ ધનખડ તરફ જોઈને કહ્યું કે, છેલ્લા ત્રણ મહિનાથી રાજ્યમાં ચૂંટણી પંચનું શાસન હતું.

પોતાની પ્રાથમિકતા કોરોના સામે લડવાની છે
ચૂંટણી પંચે ઘણા અધિકારીને બદલ્યા, નવાને નિમ્યા ને તેમણે કામ ના કર્યું તેનું આ પરિણામ છે. હું આજે ફરી મુખ્યમંત્રી બની છું ત્યારે હવે બધું સરખું કરી દઈશ.
READ ALSO
- 13 જુલાઈએ વિદ્યાસહાયકોને અપાશે કોલ લેટર, શિક્ષણ મંત્રીની જાહેરાત પછી જૂના શિક્ષકો થયા નારાજ
- પ્રથમ ટી- 20 / ભારતની ટોસ જીતીને પ્રથમ બેટિંગ, આ ખેલાડીએ કર્યું ડેબ્યુ
- આ છે ભારતના ‘TREE MAN’, અત્યાર સુધીમાં વાવી ચુક્યા છે 1 કરોડ વૃક્ષો
- ભેટ / વારાણસીમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું કર્યુ ઉદ્ઘાટન-ખાતમુહૂર્ત, નવી શિક્ષા નીતિ દેશને આપશે નવી દિશા
- ટેક્સથી બચવા VIVOએ ચીન મોકલ્યા 62 હજાર કરોડ રૂપિયા, EDની તપાસમાં થયો મોટો ખુલાસો