GSTV
Home » News » આ એક્ટ્રેસે કાસ્ટિંગ કાઉચનો ભોગ બન્યાનું સ્વિકાર્યું, કિસિંગ સીન બહાને ડાયરેક્ટરે…

આ એક્ટ્રેસે કાસ્ટિંગ કાઉચનો ભોગ બન્યાનું સ્વિકાર્યું, કિસિંગ સીન બહાને ડાયરેક્ટરે…

બોલીવૂડમાં અત્યાર સુધી કેટલીય એક્ટ્રેસે કાસ્ટિંગ કાઉચ પર ચોંકાવનારા ખુલાસાઓ કર્યાં છે. તેમાં રાધિકા આપ્તે અને કલ્કિ કેક્લાનું નામ શામેલ છે. હવે સલમાન ખાન સાથે ફિલ્મ વીરમાં નજરે આવેલી એક્ટ્રેસ ઝરીન ખાને હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં ચોકાવનારા ખુલાસાઓ કર્યાં છે. ઝરીને ઈન્ડસ્ટ્રી પર કાસ્ટિંગ કાઉચને લઈને જણાવ્યું કે એકવાર એક ડાયરેક્ટરે તેમને પોતાની સાથે કિસિંગનુ રિહર્સલ કરવાનું કહ્યું હતુ.

ઈન્ટરવ્યૂમાં ઝરીન ખાને જણાવ્યૂં કે જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં નવી નવી આવી હતી ત્યારે તેને એક ડાયરેક્ટરે પોતાની સાથે કિસિંગ સીનની રિહર્સલ કરવા માટે કહ્યું હતુ. ઝરીન ખાનના જણાવ્યા અનુસાર ‘જ્યારે હું ઈન્ડસ્ટ્રીમાં નવી-નવી આવી ત્યારે એક ડાયરેક્ટરે મને પોતાની સાથે કિસિંગ સીન પરફોર્મ કરવા કહ્યું. તેણે કહ્યું કે મારે મારી અંદરના ખચકાટને બહાર કાઢવી પડશે. જો કે મે આવું કઈ કરવાની ના પાડી હતી. ‘

ઝરીન ખાને બોલીવૂડમાં કારકિર્દીની શરૂઆત દબંગ ખાન સલમાનની ફિલ્મ ‘વીર’થી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી. ઝરીન ખાન હાલમાં જ તેની એક તસવીરને કારણે ટ્રોલ થઈ હતી. તસવીરમાં ઝરીન ખાનના સ્ટ્રેચ માર્ક્સ જોવા મળ્યાં હતાં, જેના કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી. ઝરીને આ પછી એક પોસ્ટ લખીને મજબૂત જવાબ આપ્યો.

તેણે લખ્યું, “જેઓ મારા પેટનું શું થયું તે જાણવા માટે બેચેન હતા આ તેમના માટે છે. આ એક એવી વ્યક્તિનું કુદરતી પેટ છે જેણે પોતાનું વજન 50 કિલોથી વધુ ઓછું કર્યું છે. આ તેવું લાગે છે જેવુ છે, તે ન તો ફોટોશોપ કરાઈ છે અને ન તો કોઈ પણ પ્રકારનું ઓપરેશન. ” ઝરીને કહ્યું, “હું સાચુ માનનારા લોકોમાંથી એક છું. આને ઢાંકવાને બદલે, મેં મારી ખામીને ગર્વથી સ્વીકારી લીધી છે.”

ઝરીન ખાનની આ પોસ્ટ પછી અભિનેત્રી અનુષ્કા શર્મા તેના સમર્થનમાં આવી હતી. અનુષ્કા શર્માએ લખ્યું છે- ઝરીન, તમે ખૂબ જ સુંદર, બહાદુર અને મજબૂત છો. તમે જેમ છો તેમ પરફેક્ટ છો.

READ ALSO

Related posts

લાલ રંગની બોલગાઉન ડ્રેસમાં કેટરીના કેફ નો ક્વીન’ અંદાજ, જુઓ PHOTOS

pratik shah

કિમ શર્માએ મોડી રાત્રે શેર કરી એવી ફોટોઝ, થોડા જ કલાકોમાં થઈ ગઈ વાયરલ

Kaushik Bavishi

રજાઓ ગાળી રહ્યા છે મિંલિંદ સોમાન અને અંકિતા કુંવર, જુઓ તેમના રોમેન્ટિંક ફોટોઝ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!