GSTV

ઝાકિર નાઈકનું મોટુ નિવેદન, હું ભારત આવવા માટે તૈયાર પણ જો સુપ્રિમ કોર્ટ આપે આ ગેરંટી

વિવાદિત ઈસ્લામિક ધર્મગુરૂ ઝાકિર નાઈકે પોતાની સામે ઈશ્યૂ કરાયેલાં નોન બેલેબલ વોરન્ટ પર પ્રતિક્રિયા આપી હતી. ઝાકિર નાઈકે કહ્યુ છેકે, આ વોરન્ટ ધ્યાન ભટકાવવાનો એક પ્રયાસ કરાયો છે. જે પુરાવા વગર જ ઈશ્યૂ કરાયુ છે.

193 કરોડ રૂપિયાથી વધુના મની લોન્ડરિંગના આરોપમાં ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) કોર્ટે નાઈકને 31 જૂલાઈ સુધીમાં કોર્ટમાં હાજર થવા માટે આદેશ કર્યો છે. ત્યારે મીડિયાને આપેલાં નિવેદનમાં ઝાકિર નાઈકે કહ્યુ છેકે, મને સમજાતુ નથીકે, મારી વિરુદ્ધ વધુ એક વોરંટ કેમ ઈશ્યૂ કરાયુ છે.

એ પણ ત્યારે જ્યારે કોર્ટ 2017માં જ બે વોરન્ટ ઈશ્યૂ કરી ચૂકી છે. આ વોરન્ટની કોઈ આવશ્યકતા નથી. એ પણ ત્યારે જ્યારે મારી વિરુદ્ધ કોઈ પણ પુરાવા મળ્યા નથી અથવા તો ખોટા પુરાવાના આધારે વોરન્ટ ઈશ્યૂ કર્યુ છે. આ ફક્ત મને અહેવાલોમાં બનાવી રાખવા માટે કરાયુ છે જેથી દેશનું ધ્યાન મહત્વના મામલાઓમાંથી ભટકાવી શકાય.

નિવેદનમાં વધુ કહ્યુ હતુકે, હું ફરી કહુ છુકે, મને ભારતીય ન્યાયપાલિકા ઉપર વિશ્વાસ છે, પરંતુ કાયદાકીય કાર્યવાહી પર નથી. ભારતની કોર્ટનો તાજેતરનો ઇતિહાસ એવો છે કે મુસ્લિમો, જે અદાલતો દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, તેમની પહેલાં ધરપકડ કરવામાં આવી હતી, તેમને 8, 10, 15, 20 વર્ષ સુધી જેલમાં પણ રહેવું પડ્યું હતું.

ભારતીય એજન્સીઓનાં આ રેકોર્ડને જાણ્યા બાદ હુ મારા જીવનને અને અધુરા કાર્યોને બર્બાદ કરવા માંગતો નથી. જો સુપ્રિમ કોર્ટ મને લેખિતમાં આપેકે, મારી ધરપકડ નહી કરાય અને હું દોષી જાહેર થઉ ત્યાં સુધી મને જેલમાં નહી રખાય તો હું ભારત પાછો ફરીશ. અને પોતાને કોર્ટ સમક્ષ હાજર કરીશ.

READ ALSO

Related posts

AIMPLB અયોધ્યાના ચુકાદા સામે સુપ્રીમમાં રિવ્યૂ પિટિશન કરશે, સુપ્રીમમાં જવા અંગે મુસ્લિમ સંગઠનોમાં ફાંટા

Mayur

આજે સોનિયા ગાંધી-પવારની બેઠકમાં મહારાષ્ટ્રમાં સરકાર અંગે નિર્ણય

Mayur

ઊર્જા ક્ષેત્રની આ જંગી કંપનીએ 1710 અબજ ડોલરનું આઇપીઓ ખુલ્લું મૂક્યું, છતાં કહે છે ઓછો લાગ્યો…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!