GSTV
Home » News » ખુલાસો: આખરે મુંબઈ ઈન્ડિયન્સે યુવરાજ સિંહ પર કેમ પસંદગી ઉતારી

ખુલાસો: આખરે મુંબઈ ઈન્ડિયન્સે યુવરાજ સિંહ પર કેમ પસંદગી ઉતારી

આઈપીએલ સિઝન-12ની હરાજીમાં ત્રણ વખત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે યુવરાજ સિંહ પર દાવ રમીને તેમનો ટીમમાં સમાવેશ કર્યો છે. ફ્રેન્ચાઈઝીના આ નિર્ણયથી પ્રશંસકો ખૂબ હેરાન છે, પરંતુ રોહિત શર્માની આગેવાનીવાળી આ ટીમે ખાસ નેતૃત્વ હેઠળ યુવરાજનો પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે.

પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સના અભ્યાસ સત્ર બાદ કહ્યું, ‘યુવરાજ સિંહ એક ખૂબ જ અનુભવી ખેલાડી છે. તેઓ મધ્યમ ઓર્ડર બેટિંગમાં નવુ ફેક્ટર લઇને આવી શકે છે. અમને તેમના જેવા એક વિશ્વાસપાત્ર અને મેચ વિનર ખેલાડીની આવશ્યકતા હતી. યુવીને મુંબઈની ટીમમાં સમાવેશ કરવાનો નિર્ણય બિલકુલ યોગ્ય છે.

ઝહીરે યુવરાજને બીજી વખત હરાજીમાં ખરીદીને લઇને કહ્યું, ‘અમૂક ખેલાડી પહેલા રાઉન્ડમાં અનસોલ્ડ રહેતા હતા તેમાંથી હું એક છું. હરાજી દરમ્યાન ઘણી સારી ફ્રેન્ચાઈઝી પોતાની રણનીતિ મુજબ કામ કરતા હતાં. તમારે આ વાતનુ પણ ધ્યાન રાખવાનુ હોય છે કે તમે હરાજીમાં શું કરવા ઈચ્છો છો.’

ટીમના કેપ્ટન રોહિત શર્માએ આગામી વિશ્વ કપને લઇને વર્કલોડ પર પણ ચર્ચા કરી. રોહિતે કહ્યું કે વર્કલોડ પર ખેલાડીઓએ નિર્ણય લેવાનો હોય છે, કારણકે તેઓ પોતાની ક્ષમતાઓને સુદ્રઢ બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે આરામની જરૂર હશે, તેઓ આરામ પણ કરશે.

તેમણે કહ્યું, ‘હા, વિશ્વ કપને ધ્યાનમાં રાખીને વર્કલોડ મહત્વપૂર્ણ છે. પરંતુ આ દુનિયાની સૌથી મોટી ટુર્નામેન્ટ છે. તો મને લાગે છે કે દરેક ખેલાડી આ અંગે યોગ્ય નિર્ણય લઈ શકે છે.’

READ ALSO

Related posts

પ્રધાનમંત્રી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા NDAના નેતાઓની બેઠક

Mayur

ચંદ્રયાન-2 મિશનને હવે જુલાઈ સુધી કરવામાં આવ્યું સ્થગિત, આ છે કારણ

Arohi

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi