GSTV

ટીમ ઈન્ડિયાની સોશિયલ મીડિયા પર મસ્તી, યુજવેન્દ્ર ચહલની આ ફોટો પર રોહિત શર્માએ તેમને આ રીતે કર્યા ટ્રોલ

Last Updated on February 10, 2020 by Ankita Trada

ભારતીય ક્રિકેટ ટીમ હાલના દિવસોમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે, જ્યાં ટીમે 5 મેચોની T-20 સીરિઝ જીત્યા બાદ વન-ડે સીરીઝ ગુમાવી દીધી છે. ન્યૂઝીલેન્ડે વન-ડે સીરીઝ પહેલા અને બીજી મેચમાં જીત મેળવી ભારતની બંને લિમિટેડ ઓવર સીરીઝ જીતવાના સપના પર પાણી ફેરવી દીધુ છે. ઉલ્લેખનીય છે કે, વનડે સીરીઝના બીજા મેચમાં ભારતને 22 રનથી હાર મળી છે. વન-ડે સીરીઝની આગામી મેચ હવે માઉન્ટ માઉંગાનુઈના બે ઓવલમાં રમવામાં આવશે.

ત્રીજી મેચ પહેલા યુઝવેન્દ્ર ચહલે ઈન્સ્ટાગ્રામ પર શ્રેયસ અય્યરની સાથે એક ફોટો શેર કરી છે. આ ફોટામાં યુજવેન્દ્ર ચહલ શ્રેયસ અય્યરને પાછળથી પકડ્યા છે. તેમણે આ ફોટા પર કેપ્શન લખ્યું છે કે, ગોય યોર બેક. આ ફોટો પર ભારતીય ટીમના સલામી બેટ્સનમેન રોહિત શર્માએ કમેન્ટ કરતા લખ્યું કે, પોતાનું સંભાળી લે પહેલા.

રોહિતની આ કમેન્ટ પર ચહલે કહ્યું કે, રોહિત ભૈયા, હું જાણું છું કે, તમે મને મિસ કરી રહ્યા છો. કારણ કે, તમે અહીં નથી. તેથી જ આ વાત પર ગુસ્સે ન થાવ, હવે હું આગલી વખતે તમારી સાથે જ ફોટો શેર કરીશ. ઉલ્લેખનીય છે કે, યુજવેન્દ્ર ચહલ અને રહિત શર્મા ઘણી વખત સોશિયલ મીડિયા પર એક બીજા સાથે ફોટો શેર કરતા રહે છે.

જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી મેચમાં લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલને ઘણા સમય બાદ ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યુ છે. તેમણે આ ખાસ પ્રસંગે શઆનદાર પ્રદર્શન કરતા 10 ઓવરમાં 58 રન આપી સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.

READ ALSO

Related posts

મલાઈકા ફરી ચડી કેમેરાની નજરે : ટોપ અને ટાઈટ લેગિંગમાં વિખેરી આ અભિનેત્રીએ પોતાની અદાઓ, ક્યારેય નથી ચૂકતી વર્કઆઉટ રૂટિન

Zainul Ansari

સામૂહિક પિતૃતર્પણ / કોરોનાકાળમાં વિધવા સ્ત્રીઓને જીવન જીવવાનો કેડો બતાવ્યો, 51 મહિલાઓ થશે પોતાને પગભર

Dhruv Brahmbhatt

પાર્ટનર સાથેના સબંધમાં આ વાતોની ના કરો અવગણના, નહીંતર કમજોર થઇ શકે છે તમારી રિલેશનશિપ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!