GSTV

ટી20માં ભારતનો ધમાકેદાર દેખાવ, ઓસ્ટ્રેલિયાને 11 રનથી હરાવ્યું

પ્રવાસી ભારતીય ક્રિકેટ ટીમે વન-ડે સિરીઝના પરાજયની નિરાશા ખંખેરી નાખીને શુક્રવારે રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 11 રનથી હરાવ્યું હતું. ભારત માટે લોકેશ રાહુલ અને રવીન્દ્ર જાડેજાએ બેટિંગમાં કમાલ કરી હતી તો બોલિંગમાં ટી. નટરાજન અને સ્પિનર ચહલે વેધક બોલિંગ કરી હતી.


ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યા બાદ ભારતે પહેલા બેટિંગ કરી હતી અને 20 ઓવરમાં સાત વિકેટે 161 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા તેની 20 ઓવરને અંતે સાત વિકેટે 150 રન કરી શક્યું હતું. આ સાથે ભારતે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ હાંસલ કરી લીધી હતી. બીજી ટી20 મેચ રવિવારે સિડનીમાં રમાશે.


ભારત માટે બેટિંગમાં લોકેશ રાહુલે ઓપનિંગ કરીને 40 બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સર સાથે 51 રન ફટકાર્યા હતા તો સજુ સેમસને આઇપીએલનું ફોર્મ જાળવી રાખીને 15 બોલમાં 23 રન ફટકાર્યા હતા.


ઇનિંગ્સના અંત ભાગમાં રવીન્દ્ર જાડેજાએ ફક્ત 23 બોલની ઇનિંગ્સ રમી હતી અને તેમાં તેણે અમનમ 44 રન ફટકારી દીધા હતા જેમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સરનો સમાવેશ થતો હતો.


ભારતે બોલિંગમાં પણ કમાલ કરી હતી. ઇજાગ્રસ્ત જાડેજાને સ્થાને ચહલને ટીમમાં લેવાયો હતો જે ભારત માટે લાભકારક પુરવાર થયું હતું. ચહલે તેની ચાર ઓવરમાં 25 રન આપીન ત્રણ વિકેટ લીધી હતી તો પહેલી જ વાર ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી રહેલા ડાબોડી બોલરે 30 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

READ ALSO

Related posts

કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ

Mansi Patel

આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’

Ali Asgar Devjani

ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!