GSTV
Home » News » યુવરાજના નામ પર વર્લ્ડ કપમાં આ ખતરનાક રેકોર્ડ, શું તોડી શકશે ચહલ?

યુવરાજના નામ પર વર્લ્ડ કપમાં આ ખતરનાક રેકોર્ડ, શું તોડી શકશે ચહલ?

ટીમ ઈંડિયાના પૂર્વ સ્ટાર ખેલાડી યુવરાજ સિંહે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં માત્ર બેટીંગ જ નહીં પરંતુ બોલિંગમાં પણ પોતાની ધાક છોડી હતી. યુવરાજ એક માત્ર એવો ખેલાડી છે કે જેના નામ પર ટૂર્નામેન્ટમાં બે વાર 4 અથવા તેના કરતા વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે.

જો કે, ઈંગ્લેન્ડમાં ચાલુ વર્લ્ડ કપમાં, ટીમ ઇન્ડિયાના સ્પિન બોલર યુજવેન્દ્ર ચહલની પાસે યુવરાજનો આ રેકોર્ડ તોડવાની તક છે. પહેલી બે મેચમાં, ચહલએ તેની બોલિંગથી સામેની ટીમની હાલત ખરાબ કરી દીધી છે.

ચહલે દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધમાં વિશ્વ કપ મેચમાં 4 વિકેટ લઈને વિપક્ષની કમર તોડી હતી અને ટીમ ઇન્ડિયાના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી. વર્લ્ડ કપમાં, જો ચહલ એકવાર 4 કે વધુ વિકેટ લે તો તે યુવરાજનો રેકોર્ડ તોડશે.

ચહલે દક્ષિણ આફ્રિકા ટીમ વિરુદ્ધ રમવામાં આવ્યા વર્લ્ડ કપ મેચમાં 4 વિકેટ લઈને તેની કમર ભાંગી નાખી હતી અને ભારતની જીતમાં તેની મહત્વની ભૂમિકા હતી. વર્લ્ડ કપમાં, જો ચહલ એકવાર 4થી વધુ વિકેટ લે તો તે યુવરાજનો રેકોર્ડ તોડશે.

ટીમ ઇન્ડિયાએ બે પ્રેક્ટિસ મેચો અને બે મુખ્ય મેચો રમી છે, જેમાંથી ત્રણ ભારત જીત્યુ છે. આ ત્રણે મેચોમાં સ્પિનર ચહલે સારી બોલિંગ કરી છે. ટીમ ઈન્ડિયા બીજા અભ્યાસ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યો હતો. ચહલે આ મેચમાં 3 વિકેટ લીધી અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

દક્ષિણ આફ્રીકાની વિરૂદ્ધ ભારતીય ટીમના ચહલે 10 ઓવરમાં 51 રન સાથે ચાર વિકેટ ઝડપી હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 6 વિકેટથી હરાવ્યો હતો.

વર્લ્ડ કપના બીજા મેચમાં કોહલીની ટીમે 36 રનથી ઑસ્ટ્રેલિયા સામે જીતી હતી. ચહલે આ જીતમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 2 વિકેટ લીધી પરંતુ બંને ખેલાડીઓ એવા હતા જે ક્યારેય પણ  મેચને પોતાની તરફ કરી શકતા હતા. તેણે પહેલી વાર ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરને 56 રન પર આઉટ કર્યો. તે પછી તેણે બીજા દાવમાં ગ્લેન મેક્સવેલ કે જે 14 બોલમાં 28 રન પર રમતો હતો તેને આઉટ કર્યો.

READ ALSO

Related posts

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

ક્રિકેટમાં વિશ્વ વિજેતા બન્યા પછી ઇંગ્લેન્ડના ખેલાડીઓએ આવી રીતે કરી ઉજવણી, જુઓ તસવીરો

Riyaz Parmar

19 તારીખે થશે વેસ્ટઈન્ડીઝના પ્રવાસે જનારી ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી શકે છે મોકો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!