GSTV

ક્રિકેટમાં નિવૃત્તિ બાદ એક્ટિંગમાં ડેબ્યૂ કરશે યુવરાજ સિંહ, પત્ની અને ભાઈ સાથે આ વેબ સીરિઝમાં આવશે નજર

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ગયા વર્ષે રિટાયરમેન્ટ બાદ અત્યાર સુધી ધણી ટી-20 લીગમાં ભાગ લઈ ચુક્યો છે. જોકે હવે યુવરાજે એક્ટિંગમાં હાથ અજમાવવાનો નિર્ણય કર્યો છે. યુવરાજ ટૂંક સમયમાં જ એક વેબ સીરિઝમાં જોવા મળશે. જેમાં તેની સાથે તેની પત્ની હેઝલ કીચ અને ભાઈ જોરાવર સિંહ પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચ એક્ટ્રેસ છે જે બોડીગાર્ડ, બિલ્લા અને હીર-હીરો જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

વેબ સીરિઝમાં જોવા મળશે યુવરાજ સિંહ

વેબ સીરિઝને આસમ સ્થિત ‘ડ્રિમ હાઉસ પ્રોડક્શન’નો સહયોગ મળ્યો છે. પ્રોડક્શન બેનરની નીતા સરમાએ જણાવ્યું કે જોરાવર વેબ સીરિઝમાં મુખ્ય ભુમિકા નિભાવશે અને તેની માતા શબનમ સિંહ પણ તેમાં જોડાશે. આ સંવાદદાતા સમ્મેલનમાં હાજર શબનમે જણાવ્યું કે તે વેબ સીરિઝ સાથે જોડાઈને ખૂબ ગૌરવાન્તિત અને ઉત્સાહિત મહેસુસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, ‘દુનિયાને અસલમાં યુવરાજ સિંહ અને જોરાવર સિંહને જાણવાનો મોકો મળશે. વેબ સીરિઝ મુખ્ય રીતે મારા નાના દિકરા જોરાવર પર છે. એક માતાની રીતે હું મારા બન્ને બાળકો અને વહું માટે ખુશ છું.’

ભાઈ સાથે વેબ સીરિઝમાં જોવા મળશે યુવરાજ

આ પ્રોડક્શન હાઉસે ટી-સીરિઝની સાથે મળીને સ્ટેજવર્ક એકેડમીની પણ શરૂઆત કરી છે જે ગુવાહાટીની સાથે સમગ્ર ઉત્તર પૂર્વી વિસ્તારના ખેલાડીઓને તક આપશે. ત્યાં પ્રોડક્શન બેનરની નીતા સરમાએ કહ્યું, ‘પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ અને તેમના ભાઈ ઝોરાવર સિંહની સાથે વેબ સીરિઝ બનાવવી સમ્માનની વાત છે. અમારી કોશિશ છે કે અમે અસમની યુવ પ્રતિભાઓને સામે લઈને આવીએ જે ટી-સીરીઝની સાથે અમારા આ ડ્રીમ પ્રોડક્શન હાઉસમાં કામ કરે.’

ભારતના સિક્સર કિંગ છે યુવરાજ

38 વર્ષિય યુવરાજ હાલમાં જ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગથી પ્રભાવિત લોકોને આર્થિક મદદ માટે આયોજીત બુશ ફાયર ચેરિટી મેચમાં રમતા જોવા મળ્યો હતો. યુવરાજ સિંહ ભારતના સૌથી શાનદાર ઓલ રાઉન્ડરમાં સામેલ છે. ટી-20 ઈન્ટરનેશનલમાં તેના નામે એક ઓવરમાં છ છક્કા લગાવવાનો રેકોર્ડ છે. તેમણે વર્ષ 2007માં ટી 20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ વિરુદ્ધ આ રેકોર્ડ બનાવ્યો હતો. 58 ટી 20 મેચોમાં તેણે 1177 રન બનાવ્યા જેમાં આઠ અડધી સદીનો સમાવેશ થાય છે.

Read Also

Related posts

મુંબઈમાં કોરોના પોઝીટીવ કેસ વધુ હોવા બાબતે MCGM એ કર્યો આ ખુલાસો

Nilesh Jethva

યુપીમાં કોરોના સંક્રમિત 410 દરદીઓમાંથી અડધે અડધા તબલીગી જમાતના, 39,857 લોકો વિરૂદ્ધ FIR કરાઈ

Mayur

અમે તો રાહુલ ગાંધીની સલાહ પર થઈ ગયા હતા એલર્ટ : કરી દીધા વખાણ, આ રાજ્યમાં છે માત્ર 18 કેસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!