GSTV
Home » News » વેસ્ટઈન્ડિઝનાં આ બેટ્સમેનને પંજાબી શિખવાડી રહ્યા યુવરાજ સિંહનો વિડિયો વાયરલ, હસી પડશો તમે પણ!

વેસ્ટઈન્ડિઝનાં આ બેટ્સમેનને પંજાબી શિખવાડી રહ્યા યુવરાજ સિંહનો વિડિયો વાયરલ, હસી પડશો તમે પણ!

યુએઈમાં રમાઈ રહેલી ટી-10 ક્રિકેટ લીગમાં મરાઠા અરેબિયન્સની તરફથી રમનાર યુવરાજ સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે. આ વિડિયોમાં યુવરાજ સાથી ખેલાડી ચેડવિક વોલ્ટનને પંજાબી શિખડાવી રહ્યા છે. વોલ્ટન પંજાબીમાં વાત કરતા એટલા ફની લાગી રહ્યા છે કે તેઓ પોતાનું હાસ્ય રોકી શક્યા નથી.

યુવરાજ સાથી ખેલાડી ચેડવિક વોલ્ટનને પંજાબી શિખડાવી રહ્યા છે

યુવરાજે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં બે મેચ રમી

યુવરાજે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં બે મેચ રમી છે જેમાં તે ખાસ કંઈ કરી શક્યા નથી. તેમણે પ્રથમ મેચમાં છ અને બીજી મેચમાં 14 રન બનાવ્યા હતા.

37 વર્ષિય યુવરાજ સોમવારે પીઠની તકલીફને કારણે અબુધાબી સામેની મેચમાં રમી શક્યો ન હતો. જો કે તેમણે આશા વ્યક્ત કરી છે કે તે ફિટ થઈ જશે અને આગામી મેચ રમશે. યુવી આ વર્ષે વર્લ્ડ કપ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો હતો.

IPLમાં ગયા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો રહેલા યુવરાજસિંહને ફ્રેન્ચાજીએ રિલીઝ કરી દીધા છે. યુવરાજ હવે આ વર્ષનાં છેલ્લા મહિનામાં થવાવાળી IPL ઓક્શનમાં ઉપ્લબ્ધ રહેશે. ગયા વર્ષે તેમણે કંઈ ખાસ પ્રદર્શન કર્યું નહોતું ચાર મેચોમાં ફક્ત 98 રન બનાવ્યા હતા.

READ ALSO

Related posts

દેશને રોવડાવનારી મંદી અને ડુંગળી નિર્મલા સીતારમણને ન નડી, વિશ્વની શક્તિશાળી મહિલાઓમાં મળ્યું સ્થાન

Bansari

રોહિત શર્મા બન્યા La Liga ના બ્રાન્ડ એમ્બેસેડર, સાથે જણાવ્યું, આ ક્રિકેટર છે ટીમનો બેસ્ટ ફૂટબૉલર

NIsha Patel

ભાજપની કુનીતિઓને કારણે આવેલી મંદીના પરિણામે આવક ઝીરો, 3 વર્ષથી મોંઘવારી ઉચ્ચત્તમ સ્તરે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!