GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

Video : IPL પહેલાં યુવરાજ સિંહની ધમાકેદાર વાપસી, ફટકારી એવી સિક્સર કે બોલરને આવી ગયાં ચક્કર

ટીમ ઇન્ડિયામાં વાપસીના પ્રયાસ કરી રહેલા યુવરાજ સિંહ માટે વર્લ્ડ કપ 2019નો દરવાજો લગભગ બંધ થઇ ગયો છે. પરંતુ આઇપીએલ 2019 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે તેવામાં આ ટૂર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શન કરીને સિક્સર કિંગ ભારતીય ટી-20 ટીમમાં સ્થાન મેળવીને પોતાનું ગુમાવેલું સન્માન પરત મેળવવા માટે જીવ રેડી દેશે.

આ જ કડીમાં યુવરાજ સિંહના ફેન્સ માટે ખુશખબર આવી છે કારણ કે યુવરાજે તાજેતરમાં જ કંઇક એવું કર્યુ જેને જોઇને સ્ટેડિયમમાં રહેલા તેના ફેન્સ દંગ રહી ગયાં.

ઇન્ડિયા-માલદીવ ફ્રેન્ડશીપ ક્રિકેટ સીરીઝ 2019નો હિસ્સો રહેલા યુવરાજ સિંહે એર ઇન્ડિયા તરફથી રમતાં 6 બોલમાં ફક્ત 17 રન બનાવ્યાં પરંતુ તે દરમિયાન તેણે એક એવી સિક્સર ફટકારી જેને જોઇને સૌકોઇ દંગ રહી ગયાં.

9મી ઓવરમાં યુવરાજ સિંહે વિચિત્ર શૉટ ફટકાર્યો. જેને જોઇને બોલર પણ દંગ રહી ગયો. સોશિયલ મીડિયા પર આ શૉટ વાયરલ થઇ રહ્યો છે. લોકો યુવીના આ શૉટની પ્રશંસા કરી રહ્યાં છે.

બોલરના બૉલ ફેંકતા પહેલાં યુવરાજ સિંહ ગોઠણ પર બેસી ગ. અને રિવર્સ શૉટ રમવા માટે તૈયાર થઇ ગયો. બોલર તે સમજી ગયો હતો કે યુવરાજ રિવર્સ શૉટ રમશે તેથી તેણે યોર્કર લેન્થ રાખવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ સીધો યુવરાજના બેટ પર આવ્યો અને શાનદાર સિક્સર ફટકારી દીધી.

બોલર યુવીનો આ શૉટ જોઇને ચોંકી ઉઠ્યો. થર્ડ મેન પર ફિલ્ડર હતો પરંતુ બોલ બાઉન્ડ્રીને પાર કરી ગયો. જણાવી દઇએ કે આઇપીએલ 2019 23 માર્ચથી શરૂ થવા જઇ રહ્યુ છે જેમાં યુવરાજ સિંહ મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમશે.

Read Also

Related posts

અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ પર પૈસાનો વરસાદ, કરોડો રૂપિયામાં વેંચાયા રાઈટ્સ

Ankita Trada

લોકડાઉનમાં અમદાવાદના વૈભવી સ્પામાં છોકરીઓના હાથે મસાજ કરાવવાના શોખીનો સ્વિમીંગ પુલમાં મજા કરતાં હતા અને પોલીસ પહોંચી…

Nilesh Jethva

‘મન કી બાત’માં આજે PM મોદીએ જે રાજુનો ઉલ્લેખ કર્યો કોણ છે તે? ભીખ માંગીને પૈસાનું કરે છે આ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!