GSTV
Cricket

યુવરાજનું થયું સૌથી મોટું અપમાન, લગભગ દરેક ટીમમાંથી કરાયો બહાર

ક્રિકેટના સિક્સર કિંગ કહેવાતા યુવરાજ સિંહ ફોર્મ ખરાબ હોવાને કારણે તેણે સતત ટીમમાં જગ્યા નથી મળી રહી. એટલે કે તેમની જગ્યા નવા બેટ્સમેને લઇ લીધી છે. આ કારણથી તેમણે શ્રીલંકા સીરિઝમાં કોઇ જગ્યા આપવામાં આવી ન હતી. શું તમે જાણો છો કે યુવરાજ ટૉપ 74 પ્લેયર્સની લિસ્ટમાંથી પણ બહાર છે.

આ રીતે 74 ક્રિકેટર્સમાં પણ શામેલ નથી યૂવી:
વાસ્તવમાં, મુખ્ય સિલેક્ટર્સ એમ.એસ.કે પ્રસાદે સંકેત આપ્યા છે કે ટૉપ 15 ક્રિકેટર જે શ્રીલંકાના પ્રવાસ પર ગયા હતા અને તેમનું ઑસ્ટ્રેલિયા વિરુદ્ઘ સીરિઝમાં રહેવાનું લગભગ નક્કી છે, આ ટીમમાં 1-2 બદલાવ કરવામાં આવી શકે છે. ત્યારબાદના 45 ક્રિકેટર્સ તે છે જેને દિલીપ ટ્રોફીની 3 ટીમોમાં શામેલ કરવામાં આવ્યા છે. આ 45 ક્રિકેટર્સમાં એક અન્ય દિગ્ગજ સુરૈશ રૈના પણ શામેલ છે, જેનો મતલબ તે છે કે સિલેકર્સના રડાર પક છે. આ પ્રકારે 15 અને 45 ક્રિકેટર્સ મળીને દેશના ટોચના 60 ક્રિકેટર્સ બને છે. યુવરાજને તેના પછીના 14 ક્રિકેટર્સમાં પણ જગ્યા મળી નથી, જેનો મતલબ એ છે કે ટોચના 74 ક્રિકેટર્સમાં પણ તેની જગ્યા નથી.

કેપ્ટન વિરાટ કોહલીએ યુવરાજને આપ્યો હતો ચાન્સ:
લાંબા સમય સુધી યુવરાજ ટીમની બહાર હતો. કેપ્ટન વિરાટે તેમણું ટીમ માટે સારું પરફૉર્મન્સ આપવા માટે ચાન્સ આપ્યો હતો, તેને ઇંગ્લેન્ડની વિરુદ્ઘમાં 150 રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ આ મેચ પછી ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને વેસ્ટઇન્ડિઝના પ્રવાસમાં કંઇ ખાસ ફૉર્મમાં રહ્યો ન હતો, જે પછી તેણે શ્રીલંકા માટે ટીમમાં જગ્યા મળી ન હતી.

Related posts

IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ

Hardik Hingu

Impact Player rule/ ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ IPLમાં આ રીતે લાવી શકે છે મોટો ફેરફાર

Padma Patel

‘હું રમવા આવી રહ્યો છું…’ IPL 2023ની શરૂઆત પહેલા જ ઋષભ પંતનો આ વીડિયો થયો વાઇરલ

Padma Patel
GSTV