300 વનડે રમ્યા પછી પણ આજ સુધી કેપ્ટન નથી બન્યો આ બેસ્ટમેન, જાણો એવું તો શું હતું કારણ?

આ સમય પર જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવામાં આવે તો લગભગ દરેક ટીમમાં વધુ મેચ રમી ચુકેલા અનુભવી ખિલાડીઓ ક્યારેક ને ક્યારેક પોતાની ટીમમાં કેપ્ટન જરૂર બની ચુક્યા છે.

આમ છતા ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મોટા દિગ્ગજમાંથી એક યુવરાજ સિંહને ક્યારેય કેપ્ટન બનવાનો મોકો નથી મળ્યો. યુવરાજે પોતાના કરિયરમાં 304 વન ડે રમ્યા છે પરંતુ તે સમયે ક્યારેય પણ મેચમાં કેપ્ટન નથી બની શક્યા.

પહેલા ધોનીથી પાછળ

વર્ષ 2007માં ટીમ ઈન્ડિયા વિશ્વકપ 2007માંથી ખૂબ ખરાબ રીતે બહાર થઈ હતી. જ્યાર બાદ દ્રવિડે કેપ્ટન પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. તે સમયે યુવરાજના કેપ્ટન બનવાના અણસાર હતા પરંતુ ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યો અને યુવરાજને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો.

કોઈ મેચમાં જો ધોનીને ઈજા પહોંચે તો ત્યારે યુવરાજ કેપ્ટન બની શકે તેમ હતું પરંતુ આવું ક્યારેય થયું જ નહીં.

પછી સહેવાગ-કોહલીએ બાજી મારી

વર્ષ 2010માં યુવરાજ સિંહનુ પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું હતું અને તેના ખરાબ પ્રદર્શનના કારણે તેને ટીમની બહાર કરી દેવામાં આવ્યો અને તેની પાસેથી ઉપ કપ્તાની પણ લઈ લેવામાં આવી. આ વચ્ચે જ્યારે ધોનીએ અમુક મેચોમાં આરામ લીધો ત્યારે ઉપ કેપ્ટન વીરેન્દ્ર સહવાગને કેપ્ટન બનાવવામાં આવ્યા. સહેવાગ બાદ સુરેશ રેના અને ગૌતમ ગંભીરને પણ ભારતીય ટીમના કેપ્ટન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

વિશ્વકપ-2011માં મેન ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યા બાદ યુવરાજ પાસે ફરિ કેપ્ટન બનવાનો અવસર હતો પરંતુ કેન્સરના કારણે તે લાંબા સમય માટે બહાર થઈ ગયા હતા.

તે સમયે વાઈસ કેપ્ટન બનેલા વિરાટ કોહલી પણ અમુક મેચોમાં ધોનીની ગેરહાજરી વખતે કેપ્ટન બન્યો હતો.

કુલ મળીને યુવરાજને 304 વનડે મેચ રમ્યા છતા એક પણ મેચમાં યુવરાજ સિંહને ભારતની કેપ્ટનશિપ ન મળી શકી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter