GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

ધોની અને વિરાટે ક્યારેય સપોર્ટ નથી કર્યો : રિટાયરમેન્ટ બાદ આ ધાકડ ખેલાડીએ કર્યો ઘટસ્ફોટ

ધોની

ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ છેલ્લા કેટલાક સમયથી તેની કારકિર્દી અંગે ઘણાં નિવેદનો આપી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યાં પછી, તેણે યો-યો ટેસ્ટ માટે પસંદગીકારોને નિશાન બનાવ્યાં. તાજેતરમાં જ, તેણે કહ્યું છે કે તેને સૌરવ ગાંગુલી તરફથી જે સપોર્ટ મળ્યો હતો તેવો વિરાટ અને એમએસ ધોનીની કપ્ટન્સી હેઠળ મળ્યો નથી.

આ 38 વર્ષીય ખેલાડી 2007 ટી -20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપનો હીરો રહ્યો છે. યુવરાજ સિંઘને 2011ની મેગા ઇવેન્ટમાં મેન ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો. વર્ષ 2000 માં ડેબ્યૂ કરનારો આ ક્રિકેટર હજી પણ મહાન ઓલરાઉન્ડર તરીકે ઓળખાય છે. તેણે 40 ટેસ્ટ, 304 વન ડે, 58 ટી -20 રમી છે જ્યાં તેમાં તેણે 14,064 રન બનાવ્યાં છે અને 148 વિકેટ ઝડપી છે.

યુવરાજ

યુવરાજે કોહલી અને ધોનીને બનાવ્યા નિશાન

યુવરાજે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, એમએસ ધોની અને વિરાટ કોહલી પાસેથી જેટલો બેકઅપ મળ્યો નથી જેટલો તેને સૌરવ ગાંગુલીની કપ્ટન્સી હેઠળ મળ્યો હતો. તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે તેને ધોની અને ગાંગુલીમાંથી કયો કેપ્ટન પસંદ છે,  તેના જવાબમાં તેણે કહ્યું કે તેની પાસે સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપની વધારે યાદો છે.

યુવરાજ

યુવરાજસિંહે વર્ષ 2000માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારે ટીમ ઈન્ડિયાની કમાન બીસીસીઆઈના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલીના હાથમાં હતી. આ મેચ ઑસ્ટ્રેલિયા સામે હતી. ત્યારબાદથી યુવરાજસિંહે રાહુલ દ્રવિડ, વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, એમએસ ધોની અને વિરાટ કોહલીની કપ્તાની હેઠળ રમવાનું ચાલુ રાખ્યું.

તમને જણાવી દઈએ કે યુવરાજની કારકિર્દીનો સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેને 2011 વર્લ્ડ કપમાં જ કેન્સર થયુ હતુ. આ પછી પણ યુવરાજ રમતો રહ્યો. પરંતુ બાદમાં તે તેની સારવાર લેવા ગયો હતો. છેવટે, 18 મહિના પછી, યુવરાજે ક્રિકેટમાં કમબેક ફર્યુ હતું.

Read Also

Related posts

ભુક્કા બોલાવતા કોરોનાને કાબૂમાં લેવાનો શોધાયો ઉપાય, સારું છે કે આ દેશને મળી છે સફળતા

Mansi Patel

લોકડાઉનમાં પ્રેમિકાને મળવા યુવકે એવી તરકીબ અપનાવી કે પોલીસ પણ ચોંકી ગઈ

Nilesh Jethva

વિજય નહેરા અને સીએમ રૂપાણી વચ્ચે બેઠક યોજાઈ, અમદાવાદમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા : સૂત્ર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!