GSTV
Home » News » ક્રિકેટના મેદાન પર પરત ફરવા માંગે છે યુવરાજ સિંહ, BCCI પાસે માંગી મંજૂરી

ક્રિકેટના મેદાન પર પરત ફરવા માંગે છે યુવરાજ સિંહ, BCCI પાસે માંગી મંજૂરી

ભારતના પૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહને વિદેશી ટી-20 રમવા માટે ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ(BCCI)ની મંજૂરી જોઈએ છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ આઈએએન સાથે વાત કરીને આની ખાતરી કરી છે.

અધિકારીએ કહ્યું, ઘણી ટી-20 લિંકમાં યુવરાજ રમવા માંગે છે અને યુવરાજે લિંકમાં એક ફ્રિલાંસ ક્રિકેટરના રૂપે રમવા પહેલા બીસીસીઆઈની પરવાનગી માગી છે. ઉલ્લેખનીય છે કે, યુવરાજએ ગયા અઠવાડીયામાં સન્યાસની જાહેરાત કરી હતી.

યુવરાજે એ પણ કહ્યું કે, તે આઈપીએલમાં નહિ રમે. જોકે, એમણે બીજી દેશામાં થનારી લીગમામ રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

યુવરાજે કહ્યું હતું કે, ‘હું ટી-20 ક્રિકેટ રમવા માગુ છું. આ ઉંમરમાં હું આનંદ લેવા માટે ક્રિકેટ રમી શકું છું. હું મારી જીંદગીનો આનંદ લેવા માગુ છું. આંતરરાષ્ટ્રીય કરિયર અને આઈપીએલ જેવા મોટા ટૂર્નામેચ વિશે વિચારવું જ થકાવી દે છે’ યુવરાજે પોતાના કરિયરમાં 304 વનડે, 58 ટી-20, અને 40 ટેસ્ટ મેચ રમ્યો છે.

Read also

Related posts

ચંદ્ર પર ડગ ભરનાર બીજા માનવી વિશે જાણો છો તમે? જાણો કોણ હતા બઝ ઑલ્ડ્રિન

Arohi

પાકિસ્તાન ન જવાની સજા ભારતના મુસ્લિમો ભોગવી રહ્યા છે : આઝમ ખાન

Mayur

કર્ણાટકમાં કુમારસ્વામીની સરકારનો સોમવારે છેલ્લો દિવસ છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!