GSTV
Home » News » યુવરાજે કરી ચોગ્ગા-છગ્ગાવાળી : 9 બોલમાં ફટકાર્યા 58 રન, મુંબઈ ગેલમાં

યુવરાજે કરી ચોગ્ગા-છગ્ગાવાળી : 9 બોલમાં ફટકાર્યા 58 રન, મુંબઈ ગેલમાં

યુવરાજ સિંહ સતત નિષ્ફળ જતા આઇપીએલની તેની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબે તેનો સાથ છોડી દીધો. યુવરાજનું લગાતાર ઘટી રહેલું ફોર્મ આ માટે જવાબદાર હતું. એક સમયે યુવરાજને 16 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. આજે યુવરાજ 1 કરોડમાં વહેચાયો હતો. પણ યુવરાજ સિંહે તેનો મુંહ તોડ જવાબ આપ્યો છે. યુવરાજ સિંહે મુંબઇમાં આયોજીત ટાઇમર ક્રિકેટ લીગના એક મેચમાં પોતાના જૂના મુડમાં આવી જતા ટીમના છોતરા ઉડાવી નાખ્યા હતા.

યુવરાજની ટીમે આ મેચમાં 4 વિકેટે 132 રન ફટકાર્યા

યુવરાજ માત્ર 9 બોલમાં 58 રન ફટકાર્યા હતા. જેના કારણે તેનું 2007વાળુ ટી ટ્વેન્ટી મૂડ દેખાયું હતું. જેનાથી આઇપીએલમાં તેનો અંદાજ કેવો રહેશે તેનો નમૂનો પણ મળી ગયો છે. યુવરાજની ટીમે આ મેચમાં 4 વિકેટે 132 રન ફટકાર્યા હતા. જે પછી 12મી ઓવરમાં સિક્સર કિંગ યુવરાજ સિંહ બેટીંગ કરવા માટે આવ્યો હતો. પહેલી 4 બોલમાં જ તેણે ચાર લાંબા છગ્ગા માર્યા હતા. જે પછીના નો-બોલ પર એક છગ્ગો અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો.

યુવરાજ ફોર્મમાં આવે તો મુંબઈનો બેડો પાર થઈ જાય

આગામી પાંચ બોલમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 2 રનની મદદથી 9 બોલમાં 58 રન ફટકાર્યા હતા. ત્યાં સુધીમાં કિંગ્સ ઇલેવન પંજાબને પોતાની ભૂલનો અહેસાસ થઇ ચૂક્યો હતો અને યુવરાજને 1 કરોડમાં જ ખરીદ્યા બદલ મુંબઇ ઇન્ડિયન્સ ગેલમાં આવી ગયું હતું. યુવરાજ ફોર્મમાં આવે તો મુંબઈનો બેટો પાર થઈ જાય તેવી સંભાવના છે.

Related posts

ન્યૂયોર્કમાં ઈલાજ કરાવી રહેલાં ઋષિ કપૂરને મળવા પહોંચ્યા નીતા-મુકેશ અંબાણી

Mansi Patel

એક્ઝિટ પોલની અસર થશે સીધા તમારા ખીસ્સા ઉપર, જાણો ક્યાં અને કેવી રીતે?

Mansi Patel

ભારતની આ સ્ટાર મહિલા એથલિટે સમલૈંગિક સંબંધ હોવાનું માન્યુ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!