GSTV
Home » News » યુવરાજને તેની ભાભીએ ફસાવ્યો હતો ખોટા કેસમાં, 4 વર્ષ બાદ માંગી માફી

યુવરાજને તેની ભાભીએ ફસાવ્યો હતો ખોટા કેસમાં, 4 વર્ષ બાદ માંગી માફી

યુવરાજ સિંહના ભાઈ જોરાવરની પત્ની આકાંક્ષા શર્માએ યુવીની માફી માંગી લીધી છે. આકાંક્ષાએ યુવરાજ અને તેની માતા શબનમ ખાન પર લગાવેલ ઘરેલું હિંસાનો આરોપ પણ પાછો લઈ લીધો છે. તેણે 2017માં ગુરૂગ્રામની એક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.

કેસ પાછો ખેંચ્યા બાદ પરિવારે કહ્યું કે, યુવરાજ હવે ઠીક થઈ શકે છે. વધુમાં પરિવારે એમ પણ કહ્યું કે, કાયદાકિય પ્રક્રિયાથી બચવા અને આગળ કોઇ રસ્તો ન દેખાતાં આકાંક્ષા શર્માએ માગી માંગી લીધી છે અને સ્વિકારી લીધું છે કે, બધા જ આરોપો ખોટા છે અને તે પાછા ખેંચે છે.

યુવરાજના પરિવારે એક નિવેદનમાં જણાવ્યું, “અમે આગળ એ કહેવા ઇચ્છીએ છીએ કે, અમને નિશાન બનાવવામાં આવ્યા અને યુવરાજને પણ, જેને લાખો લોકો પ્રેમ કરે છે. તેની ઈજ્જત પર્સનલ દુષ્મનીના કારણે દાવ પર હતી. અમને યુવરાજ સિંહ પર ગર્વ છે, જેને ભગવાન અને આ મહાન દેશની ન્યાયપાલિકા પર અતૂટ વિશ્વાસ છે.”

ચાર વર્ષની કાયદાકિય લડાઈ બાદ આકાંક્ષા અને જોરાવરના અ અમહિને જ ડિવોર્સ થયા છે. બંનેનાં લગ્ન માત્ર 6 મહિના જ ટક્યાં હતાં.

Related posts

ટ્રાફિકના નિયમો માત્ર આમ જનતા માટે, સરકારી ડ્રાઈવરો સરકારના આદેશને ઘોળીને પી ગયા

Nilesh Jethva

જામનગરમાં ફરજીયાત હેલ્મેટના કાયદા સામે લોકોએ મોરચો માંડ્યો,જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું

Riyaz Parmar

એએમટીએસના ડ્રાઈવરોએ નવા કાયદાની કરી ઐસી તૈસી, જૂઓ આ વીડિયોમાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!