GSTV
Gujarat Government Advertisement

મોટી તક / કેન્દ્ર સરકારની આ યોજના અંતર્ગત દર મહીને મળશે રૂપિયા 50 હજાર, બસ કરવું પડશે આ કામ

Last Updated on June 9, 2021 by Dhruv Brahmbhatt

અનેક લોકોમાં વાંચવા-લખવાનો વધારે શોખ હોય છે. તેમાંથી કેટલાંક લોકો લેખક પણ બનવા ઇચ્છતા હોય છે. પરંતુ યોગ્ય પ્લેટફોર્મ નહીં મળવાના કારણે તેઓની આ ઇચ્છા અધૂરી રહી જતી હોય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક યોજના લોન્ચ કરી છે, જેમાં જો તમારી ઉંમર 30 વર્ષથી ઓછી છે તો તમે તેમાં ભાગ લઇ શકો છો. કેન્દ્ર સરકારની આ યોજનાનું નામ YUVA છે. તેના આધારે યુવા લેખકોએ લેખનના આધારે ભારતીય વારસો અને ઇતિહાસને પ્રોત્સાહન આપવાનું રહેશે. આ યોજના અંતર્ગત પસંદ કરાયેલા લેખકોને દર મહીને રૂપિયા 50 હજાર આપવામાં આવશે.

modi

વડાપ્રધાન મોદીએ આ અંગે ટ્વિટ કરતા જણાવ્યું કે, ‘આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતીય વારસો, સંસ્કૃતિ અને જ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે 30 વર્ષથી ઓછી ઉંમરના લેખકોનું એક સમૂહ બનાવવાનું છે. આ યોજના યુવાઓને લેખનના આધારે દેશના બૌદ્ધિક ડિસકોર્સમાં યોગદાન આપવા માટે એક રસપ્રદ તક આપે છે.

Image

વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર એક લિંક પણ શેર કરી

વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર એક લિંક પણ શેર કરી છે, જેમાં યોજનાના વિશે સંપૂર્ણ જાણકારી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, શિક્ષા નીતિ 2020 યુવાઓને સશક્ત બનાવવા અને શીખવાવાળી ઇકોસિસ્ટમ બનાવવા પર જોર આપે છે, જેનાથી તેઓ ભવિષ્યના નેતૃત્વની ભૂમિકાઓ માટે તૈયાર થઇ શકે.

આ યોજનાના વિશે સરકારના ટ્વિટર એકાઉન્ટ ‘MyGovHindi’ એ જણાવ્યું કે, યોજના અંતર્ગત 75 પસંદ કરાયેલા લેખકોને રૂપિયા 50 હજાર મહીનાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે.

books

પુસ્તક પ્રકાશનના ક્ષેત્રમાં આપણો દેશ ત્રીજા સ્થાન પર

તમને જણાવી દઇએ કે, આ યોજના અંતર્ગત એવાં લેખકોનો એક ચેઇન બનાવવામાં આવશે, તે જેઓની ઉંમર 30 વર્ષથી ઓછી છે અને તેઓ ભારતીય સંસ્કૃતિ, સાહિત્યને વિશ્વસ્તર પર રાખવા તૈયાર છે. તેનાથી દેશને બહાર અન્ય પ્લેટફોર્મ્સ પર ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યના વિશે બાકી લોકોને પણ જાણકારી મળી શકશે.’

આ યોજનામાં જણાવવામાં આવ્યું કે, દેશ સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ કરવાની દિશા તરફ વધી રહ્યો છે. એવામાં આ યોજના ભારતીય સાહિત્યના આધુનિક રાજદૂતોને વિકસિત કરવાની કલ્પના કરે છે. પુસ્તક પ્રકાશનના ક્ષેત્રમાં આપણો દેશ ત્રીજા સ્થાન પર છે અને સ્વદેશી સાહિત્યના આ ખજાનાને પ્રોત્સાહન આપવા માટે, આ જરૂરી છે કે, આપણે આને વૈશ્વિક સ્તર પર રજૂ કરીએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!