GSTV

લો બોલો! 3 ફુટના યુવાને PSIને કરી આજીજી, ‘સાહેબ મારા લગ્ન કરાવી દો: ‘લગ્ન ઈચ્છુક યુવાને રચી અનોખી તિકડમ

Last Updated on March 11, 2021 by pratik shah

લગ્ન કરવા માટે યુવાનો અવનવા તિકડમો કરતા હોય છે, જો કે ઉત્તર પ્રદેશનાં એક 3 ફુટની ઉંચાઇ ધરાવતા  યુવકે તો તમામ હદ પાર કરી દીધી, શામલીમાં રહેતો 26 વર્ષનો અઝીમ મન્સુરી તેના લગ્ન થઇ જાય તે આશાએ નજીકનાં કૈરાના પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને સીધા જ  PSIને લગ્ન માટે રજુઆત કરી, અઝીમે કહ્યું સાહેબ મારા લગ્ન કરાવી દો. આ ભાઇએ હનીમુન મનાવવાનું સ્થળ પણ નકકી કરી રાખ્યું છે, તે પોતાની પત્નીને લઇને ગોવા જશે.

કૈરાના પોલીસ સ્ટેશન પહોંચી ગયો

પોતાની પત્નીને લઇને ગોવા જશે

અઝીમની પાંચ બહેનો છે, જો કે અઝીમની હાઇટ ન હોવાથી તેના લગ્ન થઇ શક્યા નથી, આ વાતનું દુખ તેને સતાવી રહ્યું છે, અને અંતે તે પોતાની આ ઇચ્છા લઇને કૈરાના પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. તેણે  PSIને કહ્યું કે તેણે લગ્ન કરવા માટે ઘણા પ્રયાસો કર્યા, પરંતું હજું સુધી અલ્લાહે તેની દુઆ સ્વીકારી નથી, જો કે તે પોતાની પત્નીને માત્ર ગોવા જ નહીં પણ કુલ્લુ મનાલી, મસુરી જેવા અન્ય હિલસ્ટેશનોનો પ્રવાસ પણ કરાવશે.

ચાણક્ય

આ ભાઇએ હનીમુન મનાવવાનું સ્થળ પણ નકકી કરી રાખ્યું છે

આ લગ્નોત્સુક યુવાન તેના લગ્ન માટે જિલ્લા અધિકારીથી માંડીને મુખ્ય પ્રધાનને પણ પત્ર લખી ચુક્યો છે, તેમ છતા પણ તેને કોઇ યુવતી મળી નથી, હવે તે ખુબ જ નિરાશ થઇ ગયો છે.

READ ALSO

Related posts

ન્યાય: છેડતીના આરોપીને આખા ગામની મહિલાઓના કપડા ધોવાનો આદેશ આપનારા જજ ભરાયા, ન્યાયિક કામ કરવા પર પ્રતિબંધ

Pravin Makwana

ઝૂમ બરાબર ઝૂમ: શાળામાં દારૂ ના નશામાં ચૂર શિક્ષક નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!