GSTV

વેપાર યુદ્ધની બજાર પર અસર, 11 વર્ષની નીચી સપાટીએ પહોંચી ચાઈનીઝ મુદ્રા

Last Updated on August 26, 2019 by Mansi Patel

ચીનની મુદ્રા સોમવારે 11 વર્ષની નીચી સપાટીએ આવી ગઈ હતી. અમેરિકાની સાથે વેપાર યુદ્ધ અને વૈશ્વિક નરમીની આશંકાએ બજાર પર અસર પડી અને યુઆન નીચેના સ્તરે આવી ગયો. એશિયન કારોબારમાં ડોલરની સરખામણીએ યુઆન 7.1487 પર આવી ગયો હતો,જે વર્ષ 2008ની શરૂઆત બાદ ચાઈનીઝ મુદ્રાનું સૌથી નીચેનું સ્તર છે.

તાજેતરના સમયમાં વૈશ્વિક આર્થિક તણાવ તીવ્ર બન્યા છે. યુએસ અને ચીન એકબીજાની આયાત પર ડ્યુટી વધારી રહ્યા છે. એટલું જ નહીં, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કંપનીઓને ચીન સાથેનાં તેમના વ્યવસાયને આટોપવા માટે જણાવ્યું છે.

યુઆન સંપૂર્ણ રૂપાંતરિત નથી અને ચીનની સરકારે ડોલર સામે તેની મર્યાદા 2 ટકાની રેન્જમાં નક્કી કરી છે. બજારના વલણો અને વધઘટને નિયંત્રિત કરવા માટે સેન્ટ્રલ બેંક દરરોજ તેને નક્કી કરે છે.

પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ સોમવાર માટે ડોલરની સરખામણીએ વિનિમય દર 7.057 નક્કી કર્યો હતો. ચીને યુઆનના વિનિમય દરને નીચે આવવા દીધો જેથી ચાઇનીઝ નિકાસ સસ્તી થઈ શકે અને યુ.એસ. ટેરિફની અસર થોડીક ઓછી થઈ શકે.

READ ALSO

Related posts

મુખ્યમંત્રી પદની ઈચ્છા નથી પણ પક્ષ જે કામ સોંપશે તે કરીશ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈવાળાએ રાજકારણમાં સક્રિય રહેવાના આપ્યા આ સંકેત

Bansari

દુનિયાનો મોંઘો આઈસ્ક્રીમ/ આ બ્લેક ડાઈમન્ડ આઈસ્ક્રીમની એક સ્કૂપની કિંમતમાં ખરીદી શકો છો આઈફોન, કેવો છે તેનો ટેસ્ટ

Harshad Patel

ખુશખબર/ બાળકો માટે કોરોના વેક્સિન પર સૌથી મોટા સમાચાર, આ મહિનામાં આવી જશે વેક્સિન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!