GSTV
Gujarat Government Advertisement

પોલીસમાંથી સાંસદ બનેલા આ નેતાની સામે જ્યારે DCP આવી ગયા, પગ પછાડીને સેલ્યુટ કર્યું…

MP Gorantla Madhav

Last Updated on May 28, 2019 by Alap Ramani

YSRCPના સાંસદ ગોરતા માધવની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. તસ્વીરમાં માધવ એક ડીસીપીને સેલ્યુટ કરતાં જોવા મળી રહ્યા છે. કોઈ સાંસદ દ્રારા ડીસીપીને સેલ્યુટ કરવાની આ ઘટના જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. જો કે આ પાછળનું કારણ એ છે કે રાજનીતિમાં આવતા પહેલા માધવ આંધ્રપ્રદેશ પોલીસમાં સેવા આપતા હતા. સાંસદ બન્યા બાદ પણ તેઓ પોતાના ભૂતપૂર્વ અધિકારીને સેલ્યૂટ કરવાનું નથી ભૂલ્યા.

DCPનો ફેન છું

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ તસ્વીર 23 મેના રોજની છે. જ્યારે લોકસભા ચૂંટણીની કાઉન્ટીંગ ચાલી રહી હતી. મીડિયાએ આ તસ્વીરને લઈને માધવને સવાલ કર્યા હતા. તેમણે કહ્યું કે, પહેલા મેં DCPને સલામ કર્યા, પછી તેમણે મને સેલ્યુટ કર્યું, હું તેમનો ફેન છું.

આ કારણે લીધો રાજનીતિમાં આવવાનો નિર્ણય

ટીડીપી લીડર અને અનંતપૂરના પૂર્વ સાંસદ જેસી દિવાકર રેડ્ડીએ પોલીસ ફોર્સને લઈ વિવાદિત નિવેદન આપ્યું હતું. માધવ તેનાથી નિરાશ થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે એ પછી જ તેમણે રાજનીતિ જોઈન કરવાનો નિર્ણય લીધો હતો. ગોરતા માધવ આ પહેલા સર્કલ ઈન્સપેક્ટર હતા અને પોલીસ તરીકે તેમણે આંધ્રપ્રદેશમાં સારી સેવાઓ આપી હતી.

YSRCPનું શાનદાર પ્રદર્શન

આંધ્ર પ્રદેશમાં YSRCP આ વખતે લોકસભા અને વિધાનસભા આમ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. YSRCPએ TDPને ભૂંડી હાર આપી હતી. YSRCP આંધ્રપ્રદેશની વિધાનસભામાં 175માંથી 151 સીટો મેળવી હતી. સાથે જ લોકસભામાં 25માંથી 22 સીટો પોતાના નામે કરી હતી. જેના પરિણામે ભાજપના આંધ્રમાં રહેલા મોટા દુશ્મન ચંદ્રાબાબુ નાયડુની પાર્ટીનો સફાયો થઈ ગયો હતો.

મોદીએ બાદમાં ભાજપની જીતની ખુશીમાં પણ જગન મોહન રેડ્ડીના નામનો ઉલ્લેખ કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા. ચૂંટણી જીત્યા બાદ જગન મોહન રેડ્ડી અને નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત પણ થઈ હતી. જેમાં જગન રેડ્ડીનું નરેન્દ્ર મોદીએ ગળે મળી અભિવાદન કર્યું હતું અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વેક્સિનેશન પોલીસ પર રાહુલ ગાંધીના ચાબખા, કહ્યું: મોદી સરકારને પોતાનું PR કરવામાં વધુ રસ

Pritesh Mehta

WTC Final / ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનુ તૂટ્યું, ન્યૂઝીલેન્ડે રચ્યો ઇતિહાસ

Zainul Ansari

રાજકારણ / 15 દિવસમાં ત્રીજી વખત શરદ પવારને મળ્યા પ્રશાંત કિશોર, 1 કલાક લાંબી ચાલી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!