GSTV

યશરાજ ફિલ્મ્સે ચાર મોટી ફિલ્મોની રિલીઝ ડેટ કરી જાહેરાત, આ તારીખે મોટા પડદા પર આવશે અક્ષયની ‘પૃથ્વીરાજ’

Last Updated on September 26, 2021 by GSTV Web Desk

યશરાજ ફિલ્મ્સ બોલિવુડના સૌથી મોટી પ્રોડક્શનમાથી એક છે. યશરાજના બેનર હેઠળ બોલિવુડના ઘણા પ્રોજેક્ટ્સ બની રહ્યા છે. યશરાજ ફિલ્મ્સે તેની ચાર મોટી ફિલ્મોની રિલીઝ ડેટની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મોમાં બંટી ઔર બબલી 2, પૃથ્વીરાજ, જયેશભાઈ જોરદાર અને શમશેરા સામેલ છે.

આ દિવસે ફિલ્મો થશે રિલીઝ

વરુણ વી. શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ બંટી ઔર બબલી 2 19 નવેમ્બર, 2021ના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં સેફ અલી ખાન, રાની મુખરજી, સિદ્ધાંત ચતુર્વેદી અને શરવરી દેખાશે. જ્યારે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ પૃથ્વીરાજ 21 જાન્યુઆરી, 2021ના રોજ વિશ્વભરમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ દ્વારા મિસ વર્લ્ડ રહી ચુકેલી માનુષી છિલ્લર બોલિવુડ ડેબ્યૂ કરશે. આ ફિલ્મનું નિર્દેશન ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું છે.

રણવીર સિંહ અને શાલિની પાંડે સ્ટારર ફિલ્મ જયેશભાઈ જોરદાર આગામી વર્ષે 25 ફેબ્રુઆરી, 2022ના રોજ મોટા પડદા પર દસ્તક આપશે. દિવ્યાંગ ઠક્કરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રણવીર એક ગુજરાતી વ્યક્તિની ભૂમિકા નિભાવશે. રણબીર કપૂર સ્ટારર ફિલ્મ શમશેરાની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. આ ફિલ્મ આગામી વર્ષે 18 માર્ચ, 2022ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે વાણી કપૂર પણ દેખાશે. જ્યારે સંજય દત્ત પણ મહત્વપૂર્ણ રોલામાં દેખાશે. ફિલ્મનું નિર્દેશન કરણ મલ્હોત્રાએ કર્યું છે.

Read Also

Related posts

ગુજરાતમાં પહેલી વાર રાજ્યકક્ષાની અંડર-૧૧ એથ્લેટિક્સ મીટનું આયોજન, ઓલિમ્પિક માટે તૈયાર થશે ભાવિ રમતવીરો

GSTV Web Desk

Health Tips / બચી ગયેલી સફરજનની છાલને હવે ફેંકો નહીં, આ રીતે કરો તેનો ઉપયોગ

Vishvesh Dave

સંશોધન / પ્લાસ્ટિક કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાંના કેમિકલ્સ કરી શકે છે મેદસ્વીતા અને વજનમાં વધારો, અભ્યાસમાં થયો ચોંકાવનાર ખુલાસો

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!