તમે વધી વધીને કેવડી લિફ્ટ જોઈ છે, આ જુઓ દુનિયાની સૌથી મોટી લિફ્ટ

ટેકનોલોજીની બાબતમાં દરેક દિવસે દુનિયામાં નવી-નવી શોધ થઈ રહી છે. દુનિયાની સૌથી ઊંચી આઉટડોર લિફ્ટ ચીનમાં છે. ચીનના હુનાન પ્રાંતની બાઈલોન્ગ એલીવેટર દુનિયાની સૌથી ઊંચી આઉટડોર લિફ્ટ છે. ખરેખર, તેને જમીનથી લઈને પર્વતની ટોચ સુધી લગાવવામાં આવ્યું છે.

અને તેમાં સવાર થઈને પ્રકૃતિનો અદભુત નજારો જોતા-જોતા પર્વતની ટોચ સુધી જઈ શકાઈ છે.

આ લિફ્ટ 326 મીટર એટલે લગભગ એક હજાર ફૂટથી પણ વધારે ઊંચી છે. આ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે દુનિયાની સૌથી ઉંચી આઉટડોર લિફ્ટના રૂપમાં માન્યતા મળી છે. આ લિફ્ટ પર ત્રણ ડબલ ડેક એલિવેટર લાગેલા છે અને દરેક એલિવેટરની વજન ઉચકવાની ક્ષમતા 4900 કિલોગ્રામ છે

કમાલની વાત એ છે કે, આ લિફ્ટને નીચેથી ઉપર જવામાં માત્ર 1 મિનીટ 32 સેકેન્ડ સમય લાગે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter