GSTV
Home » News » દાનિશ ઝેહનના નિધનથી દુખી છે સારા અલી ખાન, Video શેર કરીને થઇ ભાવુક

દાનિશ ઝેહનના નિધનથી દુખી છે સારા અલી ખાન, Video શેર કરીને થઇ ભાવુક

એમટીવી રિયાલીટી શૉ ‘એસ ઑફ સ્પેસ’ના કન્ટેસ્ટન્ટ અને યુટ્યૂબના ચર્ચિત ચહેરા દાનિશ ઝેહનનુ ગુરુવારે સવારે એક માર્ગ દુર્ઘટનામાં નિધવ થયું હતું. તે એક લગ્ન સમારોહમાં સામેલ થયા બાદ મુંબઇ પરત ફરી રહ્યો હતો. જે બાદ ગુરુવારે સાંજે મુંબઇના કુર્લામાં દાનિશના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. દાનિશને છેલ્લીવાર અલવિદા કહેવા માટે મોટી સંખ્યામાં તેના ફેન્સ તેની અંતિમ યાત્રામાં સામેલ થયા હતા.

દાનિશના નિધનથી બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન પણ ખૂબ જ દુખી છે. સારાએ પોતાના ઇનસ્ટાગ્રામ પર દાનિશ ઝહનનો એક વીડિયો શેર કરીને પોતાનું દુખ વ્યક્ત કર્યુ છે અને તેને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે સારા પોતાની ફિલ્મ કેદારનાથના પ્રમોશન માટે એમટીવીના રિયાલીટી શૉમાં સામેલ થઇ હતી.

ઉલ્લેખનીય છે કે લોકપ્રિય યુટ્યુબર, બ્લોગર, સોશિયલ મીડિયા સ્ટાર અને ‘Ace of Space’ શોના કંટેસ્ટેંટ રહેલા દાનિશ જેહન (Danish Zehen)નું 20મી ડિસેમ્બરના રોજ કાર અકસ્માતમાં મોત થયું હતું અને આજે તેના લાખો ફેન્સ તેને આખરી વિદાય આપવા પહોંચ્યા હતા. 21મી ડિસેમ્બરના રોજ કુર્લામાં અંતિમ સંસ્કાર કરાયા અને તેને અંતિમ વાર જોવા માટે હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા.

જણાવી દઇએ કે નવી મુંબઇની પાસે સિઓન-પનવેલ હાઇવે પર ગુરૂવાર રાત્રે દાનિશ જેહનનું કાર અકસ્માતમાં થયું હતું. એક પોલીસ અધિકારીના મતે દાનિશજેહન કુર્લામાં એક લગ્ન સમારંભમાં સામેલ થયા બાદ નવી મુંબઇ પરત ફરી રહ્યો હતો અને તેણે પોતાની કાર પર કંટ્રોલ ગુમાવી દીધો અને રસ્તાના કિનારા પર દિવાલ સાથે ટકરાયો.

તરત જ તેણે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો. જ્યાં તેને મૃત જાહેર કરાયો. દાનિશનો ભાઇ પણ તેની સાથે હતો. તેને પણ નજીવી ટોચ આવી હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે. દાનિશાના મોતથી તેના ફૈન્સ ભાવુક થઇ ગયા હતા.

Read Also

Related posts

રાજકોટમાં ભાજપ લોકસભાની સીટ જીત છે તો ઉજવણી નહી કરે, જાણો શા માટે?

Nilesh Jethva

દિગ્ગજ નેતાનું EVM મુદ્દે મહત્વનું નિવેદન કહ્યું, ‘હાર માટે EVM જવાબદાર નહીં’

Mayur

વડાપ્રધાન સાંજે ૬ વાગ્યે દેશને સંબોધશે, ર૬મેએ કરાશે સરકાર રચવાનો દાવો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!