GSTV

સેટિંગ્સ/ તમારા ખૂબ જ કામ આવી શકે છે YOUTUBEના આ 5 સેટિંગ્સ, જેનાથી વીડિયો જોવામાં તમને રહેશે સરળતા

YOUTUBE

વર્તમાનમાં જે લોકો સે સ્માર્ટ ફોન છે તેઓ પોતાનો વધુ સમય વીડિયો જોવામાં અને સોશ્યલ મીડિયા પર વ્યતિત કરે છે. આમ તો હાલમાં અનેક વીડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ હાજર છે જેના પર યૂઝર્સ પોતાનો સમય વ્યતિત કરી શકે છે. જેમાં વધુ કન્ટેન્ટ YOUTUBE પર જોવા મળે છે. YOUTUBE એક એવું વીડિયો શેરીંગ પ્લેટફોર્મ છે જેના પર દરેક કેટેગરીના કન્ટેન્ટ મળી જશે.

પરંતુ ઘણી વખત એવું થાય છે કે વીડિયો જોતા-જોતા YOUTUBE પર આપણે વધુ સમય પસાર કરીએ છીએ. જેનાથી આપણે અલગ-અલગ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેના માટે આજે અમે તમને YOUTUBEની અમૂક એવી ટ્રીક્સ અંગે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે સરળતાથી કોઈ પણ મુશ્કેલીમાં બચી શકો છો. તો ચાલો જાણીએ આ ટ્રીક્સ અંગ.

એપ જણાવશે તમારા બ્રેક લેવાનો સમય

જો તમે તમારો વધુ પડતો સમય YOUTUBE પર વીડિયો જોવામાં વ્યતિત કરતા હોય તો અને તમને યાદ નથી રહેતું કે તમારે ક્યારે બ્રેક લેવાનો છે તો તમે તેના સેટિંગ્સમાં જઈને બ્રેક લેવાનો સમય ફિક્સ કરી શકો છો. એટલા માટે તમારે YOUTUBE એપના સેટિંગમાં જવું પડશે. ત્યારબાદ ત્યાં તમને Remind me to Take a breakનો ઓપિશન મળશે. જેનું ટોગલ ઓન કર્યા બાદ તમે તમારા અનુસાર બ્રેક લેવાનો સમય સેટ કરી શકો છો. અને તે સમયે તમારી પાસે મેસેજ આવશે.

ઉંઘવાનો સમય કરો ફિક્સ

જો તમે રાત્રે વીડિયો જોઈ રહ્યા છો અને ઈચ્છો છો કે એક ફિક્સ્ડ સમય બાદ તમારો વીડિયો જોવાનું બંધ થઈ જાય તો તેના માટે તમારે સેટિંગમાં ‘Remind me when it’s bedtime’ના ટોગલને ઓન કરવું પડશે. ત્યારબાદ તમારે તમારા ઉંઘવાનો અને ઉઠવાનો સમય સેટ કરવો પડશે. આમ કર્યા બાદ તમે જ્યારે વીડિયો જોઈ રહ્યા હોય તો એની રીતે બંધ થઈ જશે.

ડાર્ક થીમનો કરો ઉપયોગ

જો તમે ઈચ્છતા હોય કે તમારી આંખો પર લધુ જોર ન પડે તો તમે સેટિંગમાં જઈ ડાર્કથીમ ઓન કરી શકો છો. તેનાથી તમારી આંખો પર વધુ જોર પડશે નહીં અને એવું માનવામાં આવી રહ્યું છે કે તેનાથી ફોનની બેટરી પણ સેવ થાય છે.

બાળકો માટે ખૂબ જરૂરી છે આ સેટિંગ

જો તમારો ફોન બાળકો ઉપયોગ કરી રહ્યા હોય તો તમે ‘Restricted Mode’નો ઉપયોગ કરવો જરૂરી છે. તેનાથી એપમાં મેચ્યોર કન્ટેન્ટ દેખાવવો બંધ થઈ જશે અને બાળકો પોતાના હિસાબનું કન્ટેન્ટ જોવા મળશે. જો કે, કંપનીનું પણ કહેવું છે કે આ 100 % સાચું હોતું નથી. અને તેમાં જે ડિવાઈઝ પર આ સેટિંગને અપ્લાઈ કરશો તેના પર આ ફિલ્ટર લાગશે. તેના માટે તમારે સેટિંગમાં ‘Restricted Mode’ના ટોગલને ઓન કરવો પડશે.

YouTube

વીડિયોને ફોર્વર્ડ કરવામાં સરળતા થશે

YOUTUBE સામાન્ય રીતે વીડિયો સ્વીપ કરવા માટે 10 સેકેન્ડનો સમય ઓફર કરે છે પરંતુ તમે તમારા હિસાબે સમયનો બદલાવ કરી શકો છો. જેમાં તમને 5 સેકેન્ડથી લઈને 60 સેકન્ડ સુધી સ્કીપ ટાઈમ મળે છે. સ્કીમ ટાઈમમાં બદલાવ કરવા માટે તમારે સેટિંગ્સમાં જઈ ‘Skip forward and back’ પર ક્લિક કરવું પડશે.

READ ALSO

Related posts

કામની વાત/ મોંધા થઈ શકે છે TV, 1 એપ્રિલથી ભાવમાં થશે ઘરખમ વધારો, જાણો શું છે કારણ

Mansi Patel

મુખ્યપ્રધાન રૂપાણીએ માં અંબાના દરબારમાં આશિષ લીધા, વહેલી સવારે મંગળા આરતીમાં લીધો ભાગ

pratik shah

Post Officeની આ શાનદાર સ્કીમમાં કરો રોકાણ, 1 લાખ પર મળશે 40 હજાર વ્યાજ, પીએમ મોદી પણ લઇ રહ્યા છે લાભ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!