Youtubeની ખાસ ભેટ, હવે યુઝર્સ Freeમાં જોઇ શકશે નવી ફિલ્મો અને શૉઝ

દુનિયાની સૌથી મોટી વીડિયો સ્ટ્રીમીંગ સાઇટ યૂટ્યૂબે મોટી ઘોષણા કરી છે. કંપનીએ જણાવ્યું કે તે ટૂંક સમયમાં પોતાના યુઝર્સને ફ્રીમાં નવી ફિલ્મો અને શૉ જોવાની તક આપશે અને તે પણ સંપૂર્ણ રીતે એડ ફ્રી હશે. જણાવી દઇએ કે અલ્ફાબેટ ગૂગલની માલિકી હેઠળના યૂટ્યૂબ પર કેટલીક ફિલ્મો અને શૉઝ માટે પૈસા ચૂકવવા પડે છે કારણ કે યૂટ્યૂબની કેટલીક સેવાઓ પેઇડ છે.
તેવામાં Youtube તમને ફ્રી માં સેવા આપવા જઇ રહ્યું છે. જી હાં હવે તમારી Youtube પર વીડિયો જોવા માટે પૈસા આપવાની જરૂર નથી, કારણ કે કંપની ફ્રી માં નવી ફિલ્મો અને શો દેખવાવી તક આપવા જઇ રહી છે. સાથે જ આ દરમિયાન તમને કોઇ પણ જાહેરાત દેખાડવામાં આવશે નહીં.
Youtube પોતાની ફ્રી સર્વિસ નવા વર્ષથી શરૂ કરવાની છે. એટલે કે 2019થી એક્સક્લૂસિવ વીડિયો અને શો માં રૂપિયાનો ખર્ચ કર્યા વગર જોઇ શકો છો. હાલ Youtube પર ફિલ્મ અને શો જોવા માટે રૂપિયા આપવા પડશે. સાથે જ એવી માહિતી પણ મળી છે કે Youtube જલ્દીથી અમેઝોન પ્રાઇમ વીડિયો અને નેટફ્લિક્સની જેમ પોતાના શોને પણ યૂઝર્સ માટે લૉન્ચ કરવાની છે.
ઉલ્લેખનીય છે કે 30 વર્ષ પહેલા Youtube એ પેડ સર્વિસ શરૂ કરી હતી જે 29 દેશોમાં ચાલી રહી છે. જો કે Youtube પાસે કેટલા પેડ સબ્સક્રાઇબર છે એની કોઇ જાણકારી નથી. જણાવી દઇએ કે Youtubeની સર્વિસ ફ્રી થવાથી અમેઝન પ્રાઇમ વીડિયો અને નેટફ્લિક્સ જેવી વીડિયો સ્ટ્રિમિંગ સાઇટને મુશકેલી થઇ શકે છે. કારણ કે Youtube ના યૂઝર્સની સંખ્યા આ વીડિયો સ્ટ્રીમિંગ કરતાં ગણી વધારે છે. તાજેતરમાં જ Youtube એ કહ્યું હતું કે એ વીડિયોની વચ્ચે ચાલી રહેલી જાહેરાતને જલ્દી હટાવી દેવાની તૈયારી કરી રહ્યું છે.
Read Also
- ઉરી ફિલ્મ મેકરે ખાલી ફિલ્મ બતાવીને નામ કમાવાને બદલે શહીદ પરિવારોને કરી 1 કરોડની સહાય
- સાંભળી લે ઓ આંતકવાદી: જ્યાં છુપાવું હોય ત્યાં છુપાઈ જા બદલો તો લેવાશે, 56ની છાતીવાળાનો હુંકાર
- પાકિસ્તાનને સીધુ દોર કરવાનો છે આ સૌથી ઉત્તમ વિકલ્પ, સંધિ જ તોડી નાખો
- 91 વર્ષે ભાજપમાં અપમાન છતાં આ નેતા સંન્યાસના મૂડમાં નથી, ગાંધીનગરથી લડશે લોકસભા
- પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો, સાઉદીના રાજકુમારે પણ આજની વિઝિટ ટાળી