GSTV

ભારતમાં YouTube એ લોન્ચ કર્યુ શોર્ટ વીડિયો ફીચર્સ, યુઝર્સ અહીં જાણો કેવી રીતે કરશો વપરાશ

દેશમાં ભલે TikTok બેન થઈ ચૂક્યુ છે, પરંતુ આજે પણ શોર્ટ વીડિયોનો ટ્રેંડ આ એપે શરૂ કર્યો હતો તે આજે પણ બરકરાર છે. TikTok બેન થયા બાદથી ફેસબુક, ઈંસ્ટાથી લઈને ઘણી એપ્લીકેશન આ સ્પેસમાં આવી ચૂકી છે અને હવે You Tube.

વીડિયો ફીચર Short ની જાહેરાત

You Tube ને TikTok જેવા શોર્ટ વીડિયો ફીચર Short ની જાહેરાત કરી દીધી છે. શરૂઆતમાં કંપની તેને ભારતમાં જાહેર કરી રહી છે. તેની ટેસ્ટિંગ ભારતમાં જ કરવામાં આવી રહી છે અને શક્ય છે તમે પણ આ ફીચરને You Tube એપમાં વાપર્યુ હશે.

મલ્ટિપલ વીડિયોને પણ મિક્સ કરી શકો

Shorts ફીચર યૂટ્યૂબની મુખ્ય એપમાં મળે છે. અહીંયા લાઈક, ડિસ્લાઈક, કમેન્ટ અને શેરનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. આ ફીચર હેઠળ 15 સેકન્ડના શોર્ટ વીડિયો બની શકે છે. જોકે, તેમાં 15-15 સેકન્ડના મલ્ટિપલ વીડિયોને પણ મિક્સ કરી શકો છો. કારણ કે, તેમની પાસે લાઈસન્સ મ્યૂઝિક લાઈબ્રેરી છે જેમા ફિલ્મ અને બેકગ્રાઉન્ડ મ્યૂઝિક છે. તેનો ફાયદો કંપનીને મળશે. કારણ કે, યૂઝર્સ તેને લાઈસન્સની ચિંતા કર્યા વગર પણ વાપરી શકે છે.

ઈંસ્ટાગ્રામે Reels ના નામથી લોન્ચ કર્યુ

શોર્ટ વીડિયો રેકોર્ડ કરવા માટે યૂઝર્સને કાઉન્ટડાઉન ટાઈમર દેખાશે. અહીંયાથી રેકોર્ડિંગની સ્પીડને પણ કંટ્રોલકરી શકાય છે અને ક્રિએટિવ્સ એન્ડ પણ કરી શકાય છે. ફીચરમાં કંઈ એવુ નથી જેને કંઈ નવુ કહી શકાય. જે પ્રકારનો શોર્ટ વીડિયો ફીચર TikTok માં હતો અને ત્યારબાદ ઈંસ્ટાગ્રામે Reels ના નામથી લોન્ચ કર્યુ છે, તે જ રીતે YouTube Shorts છે. આ ફીચર્સ એન્ડ્રોયડ અને iOS બંને પ્લેટફોર્મ પર YouTube એપ્લિકેશનમાં પણ આપવામાં આવશે. કારણ કે, ભારતમાં TikTok એક મોટુ માર્કેટ હતું અને હવે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેથી કંપની ભારતમાં જ મોટાભાગના યુટ્યુબ શોર્ટ્સ લોન્ચ કરી રહી છે.

READ ALSO

Related posts

મોદી સરકાર આપી રહી છે PF વ્યાજનો પ્રથમ હપ્તો! તમારા ખાતામાં આવ્યા કે નહી, આ રીતે કરો ચેક

Ankita Trada

ઝીંઝુવાડાની ક્ષત્રિય દિકરી દેવકીબા ઝાલાએ મેળવી અનેરી સિદ્ધિ, અમેરિકન આર્મીમાં ન્યુક્લિયર સ્પેશિયાલિસ્ટ બનશે

Mansi Patel

લાઠી/ કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્ર આવ્યુ હરકતમાં, 3 દુકાનો કરાવી સીલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!