GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

YouTubeએ ચીનની વિરુદ્ધમાં કરાયેલાં કમેન્ટ્સને હટાવ્યા, ‘error’નું નામ આપીને હાથ ખંખેર્યા

Googleના વીડિયો શેરિંગ પ્લેટફોર્મ YouTubeએ મંગળવારે કહ્યું હતું કે, તેના પ્લેટફોર્મ પરથી ચીની કમ્યુનિસ્ટ પાર્ટી વિરુદ્ધની ટિપ્પણીઓને દૂર કરવા માટે તેની તપાસ કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું છે કે તે ટેક્નિકલ ખામી(error)ને કારણે થયું છે. જણાવી દઈએ કે, The Vergeમાં ટેક ઉદ્યોગસાહસિક પાલ્મર લકીની ફરિયાદોથી પ્રેરાઇને એક મીડિયા રિપોર્ટ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેને બાદમાં ડિલીટ કરી નાંખવામાં આવ્યો હતો.

CCP અંગેની ટિપ્પણીઓને દૂર કરાઈ

વર્ચુઅલ રિયાલિટી ગ્રુપ ઓકુલસનાં એક સંસ્થાપક લક્કી, જે હવે એક ડિફેન્સ ટેક ફર્મની સાથે છે તેમણે સોમવારે ટ્વીટ કર્યું છે કે – ‘YouTubeએ ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના ઇન્ટરનેટ પબ્લિસિટી ડિવિઝન Wumaoથી સંબંધિત મારી દરેક ટિપ્પણીને દૂર કરી છે’ અને કહ્યું આ ફિલ્ટરિંગ સેન્સરશીપની નવી પોલિસી છે.અન્ય ટ્વિટર વપરાશકર્તાઓએ લકીના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેઓને પણ લાગે છે કે CCP અંગેની ટિપ્પણીઓને દૂર કરવામાં આવી છે.

Youtubeએ આપ્યુ આ નિવેદન

Youtubeએ એક નિવેદનમાં કહ્યું છે કે નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી, અને તેના ફિલ્ટર પ્લેટફોર્મ પરથી ફક્ત’અનિચ્છનીય, ઘૃણાસ્પદ અથવા પરેશાન કરનારી ટિપ્પણી’ દૂર કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. YouTubeના પ્રવક્તાએ ફરિયાદના જવાબમાં એમ કહીને જવાબ આપ્યો- ‘તે આપણા એન્ફોર્સમેન્ટ સિસ્ટમમાં કોઈ ભૂલને કારણે થયુ હશે, અને અમે તેની તપાસ કરી રહ્યા છીએ.’ ‘વપરાશકર્તાઓ સમસ્યાને સુધારવા માટે મામલાઓની જાણ કરી શકે છે અને ઉત્પાદનને સુધારવામાં અમારી સહાય કરી શકે છે.’

READ ALSO

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!