GSTV
Home » News » દર મિનિટે આટલા નવા વીડિયો થાય છે અપલોડ, YouTubeના કંટેન્ટને જોવા 1 લાખ વર્ષનો લાગેેે સમય

દર મિનિટે આટલા નવા વીડિયો થાય છે અપલોડ, YouTubeના કંટેન્ટને જોવા 1 લાખ વર્ષનો લાગેેે સમય

વર્ષ 2005ની શરૂઆતમાં યૂટ્યૂબએ લોકોને નવા પ્રકારનું મનોરંજન પીરસવાનું શરૂ કર્યું. ચીનને બાદ કરતા દુનિયાના દરેક દેશમાં હવે યૂટ્યૂબ ફ્રી ટેલીવિઝન સેવા સમાન બની ચુક્યું છે. બે અરબ લોકો દર મહિને આ સાઈટ પર આવે છે. ઈંટરનેટ પર વિશ્વના 11% બેંડવિડ્થમાં તેની ભાગીદારી છે. તેનાથી આગળ એકમાત્ર નેટફ્લિક્સ છે. યૂટ્યૂબના કંટેટને એકવાર જોવામાં 1 લાખ વર્ષનો સમય લાગી શકે છે. જો કે તેના પર અપલોડ થતા વીડિયોના કારણે તે ચર્ચામાં રહ્યું છે.

મનોરંજન, જાણકારી આપવા જેવી ખાસિયતો ધરાવતા યૂટ્યૂબની એક ડાર્ક સાઈડ પણ છે. 2017માં સાઈટ પર ઈસ્લામિક સ્ટેટના હિંસક વીડિયો જોવા મળ્યા હતા. તે જ વર્ષમાં કેટલાક યુવક યુવતીઓના આપત્તિજનક વીડિયો પણ જોવા મળ્યા હતા. યૂટ્યૂબ પર ઘૃણા ફેલાવતા વીડિયો પણ શેર થતા રહે છે જેના કારણે ગત વર્ષમાં તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી માસમાં બાળકોના વીડિયો પર બાળ યૌન શોષકોની કોમેન્ટની પણ આલોચના થઈ હતી. યૂટ્યૂબ પર દર મિનિટે 500 કલાકના નવા વીડિયો અપલોડ થાય છે તેવામાં તેના મોનિટરિંગની સમસ્યા ઉદભવે છે.

ન્યૂઝીલેન્ડમાં બે મસ્જીદો પર થયેલા હુમલાની સુચના રાત્રે 8 કલાકે યૂટ્યૂબના સીઈઓ સુસનને મળી હતી. શૂટરએ આ જનસંહારની લાઈવ સ્ટ્રીમિંહ ફેસબુક પર કરી હતી. આ ફૂટેજ યૂટ્યૂબ સહિત અન્ય સોશિયલ મીડિયા પર પણ શેર થયા હતા. આ વીડિયોને દૂર કરવા માટે ખાસ ટીમ કામે લાગી હતી. પરંતુ તેના જૂના વીડિયો દૂર કરવામાં આવે ત્યાં સુધીમાં અન્ય વીડિયો અપલોડ થઈ જાય છે. આ સમસ્યા પર વોજસિસકીએ જણાવ્યું હતું કે યૂટ્યૂબને તે એવું પ્લેટફોર્મ બનાવવા નથી ઈચ્છતા કે જેમાં આ પ્રકારના વીડિયો જોવા મળે. યૂટ્યૂબ પર દર કલાકે લાખો વીડિયો અપલોડ થાય છે તેવામાં આપત્તીજનક વીડિયો વિશે જાણ થાય અને તેને દૂર કરવામાં આવે ત્યાં સુધીમાં લાખો લોકોએ તેને જોઈ લીધો હોય છે.

જાન્યુઆરી માસમાં યૂટ્યૂબ તરફથી જણાવાયું હતું કે તે એવા વીડિયોને પ્રોત્સાહન નહીં આપે જે સમાજ માટે હાનિકારક હોય. ગૂગલના બોસ સુંદર પીચાઈએ પણ જણાવ્યું હતું કે યૂટ્યૂબની સર્વોચ્ચ પ્રાથમિકતા તેની જવાબદારી છે. કંપનીએ આ પ્રકારના કંટેંટ પર ધ્યાન આપવા માટે સ્ટાફ વધાર્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ ટેકનોલોજીની મદદથી તેઓ આ સમસ્યાને દૂર કરશે. યૂટ્યૂબની કમાણીની વાત કરીએ તો 2018માં તેની આવક 11,870 હતી. તેમાંથી અડધો ભાગ કંટેંટ બનાવતા લોકોને મળ્યો. બાળકો માટેની ચેનલો વિજ્ઞાપનની મદદથી કરોડો રૂપિયાની કમાણી કરે છે.

Read Also

Related posts

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!